Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કયા કારણે માર્કેટ પર છે મુકેશ અંબાણીની કંપની Jio નો દબદબો!

ઓછા સમયમાં કંપનીએ પોતાનો માર્કેટ શેર ૨૦ ટકા સુધી કરી દીધો

નવી દિલ્હી, તા.૨૩: - મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયોએ ૧૯ મહિના પહેલા ટેલિકોમ સેકટરમાં એન્ટ્રી કરી હતી. અને ગ્રાહકોની ભાગીદારી બાબતે પણ ૧૫.૮ ટકાનો આંકડો પાર કરી ચુકી છે. જીયોના ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે.

આટલા ઓછા સમયમાં કંપની રેવન્યુ માર્કેટ શેર બાબતે કુમાર બિરલા ગ્રુપની કંપની Idea પાછળ કરીને ત્રીજા ક્રમાંકે પહોંચી ગઈ છે. આટલુ જ નહીં, જીયો ઓછી કિંમતમાં વધારે સારા પ્લાન આપવાની પોતાની રણનીતિ સાથે વોડાફોનને પણ પાછળ કરવાની તૈયારીમાં છે. સસ્તા ડેટા પ્લાન સિવાય પણ અન્ય અમુક કારણો છે જેના કારણે Jioં માર્કટમાં ટકી રહી છે.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચ અનુસાર, જિયોને કારણે મોબાઈલ હવે માસ એન્ટરટેનમેન્ટ ડિવાઈસ બની ગયા છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, જીયોના અડધાથી વધારે કસ્ટમર લાઈવ ટીવી જોવા માટે ઈન્ટરનેટ કનેકશનનો ઉપયોગ કરે છે.

કંપનીના JioTv અને Jio સિનેમા ફીચર્સ યુઝર્સ માટે એક જ પ્લેટફોર્મ પર અનેક પ્રકારના મનોરંજન પુરું પાડતા સાધન બની ચુકયા છે. યુઝર્સે અલગથી કોઈ એપ ડાઉનલોડ કરવાની અને સર્ફિંક અને સર્ચિંગની જરુર નથી પડતી. સપ્ટેમ્બર ૨૦૧૬માં જિયોની શરુઆત પછીથી દેશમાં ડેટાના ઉપયોગમાં ઝડપથી વધારો થયો છે.

TRAIના ત્રિમાસિક ડેટા અનુસાર એક ભારતીય અત્યારે પ્રતિ મહિનામાં સરેરાશ 2જીબી સુધીનો ડેટા વાપરે છે. Jio પહેલા આ આંકડો ૦.૨૩GB હતો. કન્સલ્ટન્સી ફર્મ અન્સ્ર્ટ એન્ડ યંગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ વર્ષોમાં આ આંકડો ૧૮IGB સુધી પહોંચી જશે.

(3:40 pm IST)