Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

અમેરિકાથી ભારત ૧,૦૦૦ વિમાનો ખરીદવા ઇચ્છુક છે

ટ્રેડ વોર ખતમ કરવા માટે ભારતની તૈયારી : આગામી સાતથી આઠ વર્ષના ગાળા દરમિયાન વિમાનો ખરીદવાની યોજના : બંને દેશોના પ્રધાનોની મિટિંગ મળી

નવી દિલ્હી,તા. ૨૩ : અમેરિકાની સાથે ભારતના દ્ધિપક્ષીય સંબંધો ટ્રેડ વોરના કારણે દિન પ્રતિદિન ખરાબ થઇ રહ્યા છે. હવે ટ્રેડ વોરનો અંત લાવવા માટે ભારત અમેરિકાની પાસેથી ૧૦૦૦ વિમાનો ખરીદશે. ભારતે આગામી સાતથી આઠ વર્ષના ગાળામાં વિમાનો ખરીદવા માટેની યોજના બનાવી છે. આ ઉપરાંત અમેરિકા પાસેથી તેલ અને ગેસની ખરીદીમાં વધારો કરવા માટેની વાત પણ કરવામાં આવી રહી છે. ગયા સપ્તાહમાં વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુએ અમેરિકી સમકક્ષ સાથે બેઠકમાં આ મુજબની વાત કરી હતી. હવે આવતીકાલે રવિવારના દિવસે અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયાના વેપાર પ્રતિનિધી માર્ક લિસ્કોટ વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત કરનાર છે. વેપારના મોરચા પર ઉભી થયેલી સમસ્યાને લઇને વાતચીત કરશે. ભારત તરફથી અમેરિકા તરફથી આયાત થનાર ૨૯ ચીજો પર આયાત ડ્યુટીમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદ પણ ભારત એ બાબત સમજાવવાના પ્રયાસમાં છે કે તેમના દ્વારા મુકવામાં આવેલા જવાબી ટેક્સ ડબલ્યુટીઓની તરફથી તેને મળેલા અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે. આ ટ્રેડ વોરની શરૂઆત અમેરિકા જ ભારત તરફથી આયાત થનાર સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેકસ વધારીને કરી હતી.

ભારત તરફથી અમેરિકાની સામે એવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે તેના તરફથી ટેક્સમાં વધારો કરવાના જવાબમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત તરફથી વધારી દેવામાં આવેલા ટેક્સના દરો ચોથી ઓગષ્ટથી અમલી બનનાર છે. ત્યારબાદ સુધી અમેરિકાને ભારતે એક રીતે પારસ્પરિક સહમતિ દર્શાવવાનો સમય આપ્યો છે. છટ્ઠી જુલાઇના દિવસે અમેરિકામાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને સંરંક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન તેમના સમકક્ષો સાથે વાતચીત કરનાર છે.

(12:42 pm IST)