Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ઝારખંડમાં બંદૂકની અણીએ અપહરણ કરી એક સાથે પાંચ યુવતીઓ પર સામુહિક બળાત્કાર: મિશનરી સ્કૂલના ફાધર સહિત સાત લોકો સામે ગુનો

ઝારખંડમાં આદિવાસીઓની મોટી વસતી ધરાવતા ખૂંટી જિલ્લામાં પાંચ યુવતિઓ સાથે કથિત ગેંગ રેપના આરોપસર એક મિશનરી સ્કૂલના ફાધર સહિત સાત લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઝારખંડની રાજધાની રાંચીથી 80 કિલોમીટર દૂર આવેલા કોચાંગ ગામમાં 19 જૂને આ યુવતીએ માનવ તસ્કરી વિરોધી જાગૃતિ અભિયાન હેઠળ શેરી નાટક ભજવવા ગઇ હતી. ત્યાંથી તેમનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

(12:10 pm IST)