Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

આઇસીઆઇસીઆઇ બેંકને ૩૧ ખાતાઓના ૬૦૦૦કરોડની ગોલમાલની ફરીયાદ મળતા હાથ ધરાઇ તપાસ

૨૦૧૨ થી ૨૦૧૭ વચ્ચે આ ખાતાઓ એનપીએ ના હતા

નવી દિલ્હી તા. ૨૩ : આઇસીઆઇસીઆઇ બેંકે  કહ્યુ કે તેને અક અજાણ્યા ફરીયાદકર્તા પાસેથી ૩૧ લોન ખાતા બાબતે ફરીયાદ મળી છે. જેની તપાસ કરવામાં  આવી હતી અને તેનો અહેવાલ નિયામકને સોંપી દેવાયો છે. સ્ટોક-એકસચેંજને આપેલી જાણકારીમાં બેંકે કહ્યુ કે આ  મામલામાં હવે પછીની કાર્યવાહી ઓડિટ કમીટીના સુચનો પ્રમાણે કરવામાં આવશે. રીપોર્ટ પ્રમાણે આ ખાતા ૩૧ માર્ચ ૨૦૧૨ અને ૩૧ માર્ચ ૨૦૧૭ ની વચ્ચેના એનપીએ ખાતા હતા જ્યારે બે ખાતા ૩૧ ડીસેમ્બર ૨૦૧૭ દરમ્યાનના હતા. આ ૩૧ ખાતામાં ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં ૬૦૮૨ કરોડની લોન હતી જે કુલ લોન ના લગભગ ૧.૧ ટકા હતી. એમ અમર ઉજાલામાં પ્રસિધ્ધ થયુ હતુ.

વિડીયોકોન સમુહને અપાયેલ લોન બાબતે તપાસનો સામનો કરી રહેલા બેંકના સીઈઓ અને ઓમડી ચંદા કોચર તપાસ પુરી થાય ત્યાં સુધી રજા પર છે.

અમર ઉજાલા ના સમાચાર પ્રમાણે બેંકે આપેલી જાણકારીમાં કહ્યુ કે માર્ચ ૨૦૧૮માં તેમને ફરીયાદની જાણકારી થઇ જેમા લોન લીધી હોય તેવા ૩૧ ખાતામા ગરબડ થઇ  હોવાનો આરોપ છે. આ ફયિાદ બાબતે બોર્ડ ઓફ ડાયરેકટરર્સની  ઓડીટ કમીટીની સાથે તપાસ કરવામાં આવી જેમા બેંકના આંતરીક ઓડીટરો કે બેંકના અધિકારીઓને સામેલ નહોતા કરાયા . બેંકે કહ્યુ કે તપાસ રીપોર્ટની વીસ્તૃત સમીક્ષા થઇ હતી અને તેની કોઇ અસર ૨૦૧૮ના નાણાકીય વર્ષના સ્ટેટમેન્ટ પર નહી થાય . (૧૭.૩)

(11:39 am IST)