Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

અનંતનાગમાં ઠાર કરાયેલા આતંકીઓના નિશાના પર હતી અમરનાથયાત્રા!

આઇએસે તૈયાર કર્યુ ભયંકર મોડેલઃ તેને અપનાવીને વિશ્વમાં જેહાદ ફેલાવા માંગે છેઃ સુત્ર

નવીદિલ્હી, તા.૨૩: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શુક્રવારના રોજ ઠાર કરાયેલા ચાર આતંકવાદીઓના નિશાના પર ૨૮ના જૂનના રોજ શરૂ થનાર અમરનાથ યાત્રા પર હતી. મૃતક આતંકી ઇસ્લામિક સ્ટેટ જમ્મુ એન્ડ કાશ્મીર (ISJK) સાથે જોડાયેલા હતા. મૃત્યુ પામેલા આતંકીઓમાં આઇએસજેકેનો ચીફ દાઉદ અહમદ સોફી પણ સામેલ છે.

મળતી માહિતી પ્રમાણે આ વાતની આશંકા હતી કે આ આતંકીઓએ અમરનાથ યાત્રામાં હુમલો કરવાની યોજના બનાવી હોય કારણ કે તેમને તીર્થયાત્રાના માર્ગમાં પડતા ખિર્રમ ગામમાં છુપાવ્યા હતા. જો કે આઇએસજેકે એતહરીક-ઉલ-મુઝાહીદ્દીનનું પુનનિર્મિત સ્વરૂપ છે. સૂત્રોનું માનીએ તો આ આતંકી ગ્રૂપ ૯૦ના દાયકાથી શરૂઆતના દિવસોમાં દ્યાટીમાં એકિટવ હતા. પરંતુ ત્યારબાદ કેટલાંય વર્ષો સુધી નિષ્ક્રિય પણ પડી રહ્યું. જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યનો દાવો છે કે આઇએસજેકેમાં માત્ર ૮-૧૦ સક્રિય આતંકી છે, તેમાંથી ૬દ્ગચ ઠાર કરી દીધા છે.

આઇએસનું ખોફનાક મોડલ, આઇએસજેકેની કોશિષઆઇએસજેકે ઇસ્લામિક સ્ટેટ બતાવામાં આવેલા મોડલને અપનાવતા આખા વિશ્વમાં તેના દ્વારા તૈયાર કરાયેલ જેહાદ કાયમ કરવા માંગે છે. ગૃહમંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે એવું લાગે છે કે આઇએસ અને જમ્મુ-કાશ્મીરની વચ્ચે કોઇ ખાસ સંબંધ છે. પાછલા આતંકી હુમલા બાદ આઇએસ નામ માટે દાવો કરાઇ રહ્યો હતો અને આઇએસજેકે એ આઇએસને જમ્મુ-કાશ્મીરના યુવાનોની વચ્ચે ચર્ચિત કરવાની કોશિષ કરી.(૨૨.૮)

(11:37 am IST)