Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

દ. ગુજરાતમાં ૧થી ૪ ઇંચ મેઘકૃપા ડાંગના વધઇમાં ૪ ઇંચ, સાપુતારામાં ઝરમર...

ભીમ અગિયારસનું મુર્હત સાચવતા મેઘરાજા

 વાપી તા. ર૩ : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું ભવ્ય આગમન થયું છે પ્રારંભે જ ધમાકેદાર ૧ થી ૪ ઇંચ વરસાદ નોંધાતા મેઘરાજાએ જાણે ભીમ અગિયારસનુ મુહર્ત સાચવ્યું છે.

જુન માસના બીજા સપ્તાહથી જ મેઘરાજાના આગમનના એંધાણ વર્તાયા હતા અને કેટલાક વિસ્તારમાં એન્ટ્રી પણ થઇ હતી.

પરંતુ કહેવાય છે કે ગ્લોબલ ડીસ્ટબર્નસ સિસ્ટમ નબળી પડતા વરસાદ થયેલ છે એકદર અઠવાડિયું જેટલો મોડો પડયો હતો. ચોકકસ પ્રકારની પવનની દિશા અને ગતીના કારણે વરસાદમાં આવરોધ સર્જાયો હતો.

જો કે ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો તડકો કાળજાળ હતો ત્યારે ગરમી અને ઉકળાટ વચ્ચે એકાએક વાદળો છવાયા અને અચાનક ભારે પવન સાથે દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જેમાં ખાસ કરીને ડા઼ગ અને તાપી જીલ્લામાં વરસાદ તુટી પડયો હતો.

ભારે પવનને પગલે ઠેર ઠેર વૃક્ષો ઇલકેટ્રીક થાંભલાઓ ધરાશાયી થવા સાથે કેટલાક ઘરોના પતરાઓ પણ ઉડયા હતા જેને પગલે કેટલાક વિસ્તારોમાં અંધારપટ પણ કરવાયો હતો.

ધોધમાર વરસાદને પગલે ઉનાળાના આકરા તાપથી સુકી ભઠ્ઠ બનેલ ધરતી વરસાદથી તરબોળ થતા આહલ્વદક વાતાવરણ સર્જાયુ હતું

ડાંગ જીલ્લાના વધઇ ખાતે ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો તો નવસારી જીલ્લાના વાસદા ખાતે ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

જયારે વાપી-વલસાડ સહિતના વિસ્તારોમાં ગઇકાલે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા વચ્ચે હળવો વરસાદ શરૂ થયો છે જે અત્યારે એટલે કે સવારે ૯-૩૦ કલાકે પણ અવિરત હેત વરસાવવી રહ્યો છે. હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં સમગ્ર દ.ગુજરાત, દમણ, દાદરાનગર, હવેલીમાં ભારે વરસાદ ખાબકશે અને જાણે એ આગાહી સાચી પડવા જઇ રહી છે.(૫૨.૧૨)

વલસાડમાં ગાજવીજ સાથે  ધમાકેદાર અઢી ઇંચ વરસાદ

વલસાડ તા. ૨૩ : આખરે લાંબા સમય સુધી રાહ જોયા બાદ રાજયમાં હવે ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે. રાજયના અનેક વિસ્તારોમાં મેઘાના મંડાણ થઈ ચૂકયા છે ત્યારે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

વલસાડ જિલ્લામાં મોડીરાતથી વહેલી સવાર સુધી અઢી ઇંચ વરસાદ પડ્યો છે. તમામ તાલુકાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. કપરાડામાં ૧૫ મીમી, ધરમપુર ૦૮ મીમી વરસાદ ખાબકયો. તો વલસાડમાં ૨.૪ ઈંચ, વાપીમાં ૩.૨ ઈંચ અને પારડીમાં ૪.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. મોગરાવાડી રેલવે ગરનાળું લગભગ અડધુ પાણીમાં ગરકાવ થઇ ગયું છે.(૨૧.૯)

(11:32 am IST)