Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

રાજસ્થાનના દિવ્યાંગે એક જ મંડપમાં એકસાથે ત્રણ યુવતી સાથે કર્યાં લગ્ન

જયપુર, તા.ર૩ : રાજસ્થાનના આદિવાસી બહુમતી ધરાવતા ઉદયપુરમાં એક દિવ્યાંગ દુલ્હાએ એકસાથે ત્રણ મહિલાઓ સાથે લગ્ન કરતા ચકચાર મચી છે. ઉદયપુરના ઝાડોલ તહસીલના આડોલ ગામમાં એક ૩ર વર્ષના દિવ્યાંગ નક્કાલાલ કસટોટિયાએ ગુરૂવારે એક જ મંડપમાં એકસાથે ત્રણ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતાં.

નક્કાલાલના જીવનમાં આવેલી પહેલી મહિલા અલસીગઢની કંતુબાઇ છે, જે તેનાથી ૧૩ વર્ષ મોટી છે. નક્કાલાલ કંતુબાઇ સાથે છેલ્લા ૧ર વર્ષથી લિવ-ઇન રિલેશનશીપમાં રહેતો હતો. આ જ સમયગાળામાં નક્કાલાલને ગિર્વા વિસ્તારના ફોકટા ગામની દિવ્યાંગ પુનકી સાથે પ્રેમ થઇ ગયો. નક્કાલાલ તેને પણ પોતાના ઘરે લઇ આવ્યો. વર્ષો વીતવા છતાં પણ નક્કાલાલને કોઇ સંતાન ન થયું. એક વર્ષ પહેલા નક્કાલાલ તેના કરતા પાંચ વર્ષ નાની અને કંતુબાઇની બહેન રેખાને ઘરે લઇ આવ્યો. તે આ ત્રણેય મહિલાઓ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો. રેખા ગર્ભવતી થતા નક્કાલાલે ત્રણે સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગુરૂવારે ગામમાં પોતાના સંબંધીઓની હાજરીમાં નક્કાલાલે એક જ મંડપમાં ત્રણે સાથે લગ્ન કર્યા.

(11:31 am IST)