Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ગાર્ડનમાંથી મળેલી પિસ્તોલ રમકડું સમજીને દીકરીને આપી, દીકરીએ ભૂલથી મા ને ઘાયલ કરી દીધી

કોલકત્તા તા. ર૩ :.. પશ્ચિમ બંગાળના હુગલીમાં એક છોકરીએ તેની જ માને ગોળી મારી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જો કે પોલીસને મળેલી માહિતી મુજબ આ તેની જ મમ્મીની બેદરકારી હતી. વાત એમ હતી કે કાકોલી જાના નામની મહિલાને તેના ઘરની બહારના એક ગાર્ડનમાંથી એક પિસ્તોલ મળી. એ પ્લાસ્ટિકની નકલી ગન હશે એમ માનીને તેણે ઘરમાં રમી રહેલી પોતાની દીકરીને રમવા આપી. બીજી તરફ મા કામે વળગી અને દિકરી પિસ્તોલથી રમતી હતી. પિસ્તોલ આમ તેમ  ઘુમાવતાં અચાનક એમાંથી ગોળી છૂટી અને થોડેક દૂર પીઠ ફેરવીને કામ કરી રહેલી તેની મમ્મીની પીઠમાં જઇ ઘુસી. તરત જ મહીલાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી જયાં તેની હાલત હજી નાજૂક છે. પોલીસ હવે એ શોધી રહી છે કે આ પિસ્તોલ કોની છે અને ગાર્ડનમાં આવી કેવી રીતે ?

(11:30 am IST)