Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

અમેરિકાનાં ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટર્સમાંના ૧૦૦ ભારતીયોનો એમ્બેસીએ આખરે સંપર્ક કર્યો

વોશિંગ્ટન તા. ૨૩: અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ માટે પકડાયેલા ૧૦૦ ભારતીયોને જયાં અટકાયતમાં રાખવામાં આવ્યા છે એ ન્યુ મેકિસકો અને ઓરેગોનના ડિટેન્શન સેન્ટર્સનો સંપર્ક કરવામાં ભારતના રાજદૂતાલયને સફળતા મળી છે. એ ૧૦૦ જણમાં મોટા ભાગના પંજાબીઓ છે. ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા કેટલાક ભારતીયોએ સ્વદેશમાં 'હિંસા અને અત્યાચાર' સહન કરવા પડતાં હોવાનું કહની અમેરિકામાં શરણાગતિની માંગણી કરી છે.

એ અટકાયતીઓમાંથી કેટલાક હ્યુમન ટ્રાફિકર્સને વ્યકિતદીઠ ૩૫ લાખથી ૫૦ લાખ રૂપિયા ચૂકવીને દક્ષિણ તરફથી સરહદથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો ત્યારે પકડાઇ ગયા હતા. હ્યુમન ટ્રાફિકર્સ પંજાબના રાજકારણીઓ અને અધિકારીઓ સાથે સાઠગાંઠ ધરાવતા હોવાનું કહેવાય છે.

(11:28 am IST)