Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

30મી પછી પાનકાર્ડ થઇ જશે કેન્સલ :આધાર લિંક કરાવાની છે છેલ્લી તારીખ: થોડા દિવસો જ બાકી!

નવી દિલ્હી ;આગામી 30 મી સુધીમાં પાનકાર્ડની આધાર લીક નહીં કરાવાય તો કેન્સલ થઇ શકે છે પાનકાર્ડ મહત્વનો દસ્તાવેજ છે. આવકવેરા રિટર્ન ભરવા માટે પણ પાનકાર્ડ જરૂરી છે. જ્યારે નાણાકીય મોટી દેવડદેવડ બેંક થકી કરવી હોય ત્યારે પણ પાનકાર્ડની જરૂર પડે છે. જો કે હવે સરકારના નિયમ મુજબ તમારું પાનકાર્ડ આધાર સાથે લિંક હોવું જરૂરી છે. જો તેમ નહીં હોય તો 30મી જૂન પછી  પાનકાર્ડ રદ થઇ શકે છે.

   સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવવા માટે સમય મર્યાદા વધારી હતી. જોકે વધારેલી સમય મર્યાદાનો પણ 30 જૂન છેલ્લો દિવસ છે. સીબીડીટી આધારથી પાનકાર્ડને લિંક કરવાની સમય મર્યાદા અત્યાર સુધી ચાર વાર વધારાઇ છે. સરકારે 11.44 લાખ પાનકાર્ડ બંધ કરી દીધા છે કે એને નિષ્ક્રિય કેટેગરીમાં નાંખી દીધા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ઓનલાઇન રિટર્ન ભરવા માટે તમારે પહેલા આધાર અને પાનકાર્ડ લિંક કરવવું પડશે. સરકારે પાનકાર્ડ સાથે આધાર જોડવું ફરજીયાત બનાવ્યું છે. જો પાનકાર્ડ લિંક નહીં હોય તો ઓનલાઇન ITR ફાઇલ નહીં કરી શકાય અને તમારું ટેક્સ રિફંડ અટકી શકે છે.

(12:26 am IST)