Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વિદેશોમાં આવેલી ભારતીય દૂતાવાસ ઓફિસોએ ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ઉજવ્‍યોઃ ઇસ્‍લામાબાદ, અમેરિકા,યુ.કે UAE, શ્રી લંકા, સાઉદી અરેબિઆ, નેપાળ, મોંગોલિઆ, ઇટાલી, જર્મની,ફ્રાન્‍સ, ડેન્‍માર્ક, ઓસ્‍ટ્રલિયા સહિતના દેશોમાં કોન્‍સ્‍યુલ જનરલની આગેવાની હેઠળ કરાયેલી ઉમંગભેર ઉજવણી

ન્‍યુ દિલ્‍હીઃ વિદેશોમાં આવેલી ભારતીય દૂતાવાસ ઓફિસોમાં ૨૧ જુનના રોજ ઇન્‍ટરનેશનલ યોગા ડે ઉજવાયો હતો.

આ દેશોમાં ઇસ્‍લામાબાદ ખાતે ઉજવણી કરાઇ હતી. તેમજ અમેરિકામાં વોશીંગ્‍ટન મુકામે ભારતના એમ્‍બેસેડર શ્રી નવતેજ સરનાની આગેવાની હેઠળ યોગા ડે ઉજવાયો હતો. ઉપરાંત લંડન યુ.કે., અબુ ધાબી UAE, શ્રીલંકા, રિયાધ સાઉદી અરેબિઆ, કાઠમમંડુ નેપાળ, જાપાન, મોંગોલિઆ, રોમ ઇટાલી, બર્લિન જર્મની, પેરિસ ફ્રાન્‍સ, ડેન્‍માર્ક બેજીંગ ચાઇના, ઓટાવા કેનેડા, બ્રાઝીલ બહેરીન, તથા ઓસ્‍ટ્રેલિયા ખાતેની ભારતીય દૂતાવાસ કચેરીના ઉપક્રમે ૨૧ જુન ૨૦૧૮ના રોજ ઇન્‍ટરનેશનલ યોગા ડે ઉજવાયો હતો.

(9:31 pm IST)