Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

યુટ્યુબ તરફથી હવે લોકોને ચેનલ શરૂ કરવાનો અવસર અપાશેઃ દર્શકો પાસેથી પૈસા મળી શકશે

નવી દિલ્હીઃ હંમેશા યૂ-ટયૂબ પર લોકોની ફરિયાદ રહે છે કે વીડિયો બનાવવા અને પોસ્ટ કરવા પર કંપની તરફથી યોગ્ય પૈસા આપવામાં આવતા નથી. પરંતુ હવે આવા લોકોને યૂ-ટયૂબ તરફતી પૈસા કમાવાનો નવો અવસર આપવામાં આવશે. મહત્વનું છે કે યૂટયૂબ તરફથી હવે લોકોને તેવી ચેનલ શરૂ કરવાનો અવસર આપશે જેથી દર્શકો પાસેથી પૈસા મળી શકશે. યૂટયૂબના ચીફ પોડક્ટ ઓફિસર નીલ મોહને જણાવ્યું કે, ગૂગલની માલિકીની આ સર્વિસમાં હાલમાં વધુ કમાણી જાહેરાતથી થાઈ છે. 

નીલે કહ્યું, હજુ મુખ્ય ધ્યાન તે વાત પર રહેશે પરંતુ અમે જાહેરાત કરતા અલગ વિચારવા ઈચ્છીએ છીએ. વીડિયો બનાવનાર પાસે પૈસા કમાવાની બીજી રીત હોવી જોઈએ. તેવી ચેનલ જેની પાસે એક લાખથી વધુ સબ્સક્રાઇબર છે, તેની સદસ્યતા માટે દર્શકોએ 4.99 ડોલર એટલે કે મહિને 320 રૂપિયા ચુકવવા પડશે. કંપનીએ કહ્યું કે, વીડિયો બનાવનાર શર્ટ કે ફોન કવર જેવી વસ્તુઓ ચેનલ પર વેંચી શકશે. 

આ પહેલા યૂ-ટયૂબના માધ્યમથી પૈસા કમાવવાનો માત્ર એક વિકલ્પ હતો. તેમાં તમે કોઈ વીડિયો યૂ-ટયૂબ પર શેર કર્યો છે તો તેના પર આવનારી જાહેરાત અનુસાર તમને પેમેન્ટ કરવામાં આવતું હતું. જાહેરાતનો વ્યાપાર કરનારી ગૂગલની જ કંપની Adsense  તરફથી તમને ચુકવણી કરવામાં આવતી હતી. ગૂગલ તમારા કામ પર જાહેરાત આપે છે, આ જાહેરાત પર યૂઝરનું ઈન્ટરેક્શન વધવાથી કંપનીની સાથે તમારે પણ આવક થાઈ છે. ઘણા લોકો આ કામથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. 

ગૂગલ Adsense YouTube, Blog, Website પર Ads (જાહેરાત) લાવવાનું કામ કરે છે. તેવામાં તમારા બનાવેલા વીડિયો કે આર્ટિકલ પર યૂઝરની સંખ્યા જેમ-જેમ વધે છે, તે હિસાબથી તમારી આવકનું સ્તર પણ વધતું રહે છે. પરંતુ હવે ગૂગલે એક લાખ કે તેનાથી વધુ સબ્સક્રાઇબરવાળા ચેનલ માટે નવો પ્લાન રજૂ કર્યો છે. 

(5:28 pm IST)