Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

''દેવ સ્નાન પૂજા'' : યુ.એસ.માં યોજાનારી ''ગ્રેટર હયુસ્ટન રથયાત્રા'' પૂર્વેની ધાર્મિક વિધિ : ૨૭ જુનના રોજ ભગવાન જગન્નાથ,બલભદ્રજી તથા સુભદ્રાદેવીને ૧૦૮ નદીઓના પવિત્ર જલથી સ્નાન કરાવી પૂજા કરાશે

હયુસ્ટન : અમેરિકામાં સતત સાતમાં વર્ષે યોજાનારી ''ગ્રેટર હયુસ્ટન રથયાત્રા'' ની ઉજવણીના ભાગ રૂપે આગામી ૨૭ જુન ૨૦૧૮ ના રોજ વુડલેન્ડમાં આવેલા ચાર ધામ મંદિરમાં ''દેવ સ્નાન પૂજા'' વિધિ યોજાશે. જેનો સમય સાંજે ૬ વાગ્યાથી ૮ વાગ્યા  સુધીનો રહેશે.

આ દેવ સ્નાન પૂજા વિધિ અંતર્ગત જેઠ મહિનાની પૂનમના દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્રજી, તથા સુભદ્રાદેવીને સ્નાન કરાવી તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસનું મહત્વ એટલા માટે છે કે તે દિવસે ભગવાન જગન્નાથનું પ્રાગટ્ય થયું હતું. તેથી ત્રણે દેવોને ૧૦૮ પવિત્ર નદીઓના જળથી સ્નાન કરાવવામાં આવે છે.

આગામી ૧૪ જુલાઇના રોજ ચાર ધામ ટેમ્પલના ઉપક્રમે અષાઢી બીજ સ્થપાત્રા નીકળશે. જેનો સમય સાંજે પાંચ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધીનો રહેશે. જેમાં સ્કાય ફાઉન્ડેશન, ઇસ્કોન હયુસ્ટન સહિતની ધાર્મિક સંસ્થાઓ જોડાશે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(12:43 pm IST)