Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જ્ઞાનવાપી કેસની સુનાવણી પૂર્ણ, આજે ચુકાદો આવશે

કોર્ટે ચાર અરજી પર તમામ પક્ષકારોની દલીલો સાંભળીઃકોની કઇ માગ સ્વીકારીને સુનાવણી આગળ હાથ ધરવી તે અંગે મંગળવારે બપોર સુધીમાં ચુકાદો આવી શકે છે

વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જ્ઞાનવાપી કેસની આજે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જજે આ કેસનો ચુકાદો અનામત રાખ્યો છે. આ મામલે આવતીકાલે જિલ્લા કોર્ટનો નિર્ણય આવશે. કોર્ટે બંને પક્ષોની દલિલો સાંભળી છે. હવે આવતીકાલે કોર્ટ નક્કી કરશે કે કયા વિષયને પ્રાધાન્ય આપવું જોઈએ.

સોમવારે હાથ ધરાયેલી ૪૫ મીનિટની સુનાવણીમાં કોર્ટે કુલ ૪ અરજીઓ પર તમામ પક્ષકારોની દલીલો સાંભળી હતી, અને આ મુદ્દે કોની કઇ માંગ સ્વીકારીને સુનાવણી આગળ હાથ ધરવી તે અંગે આવતી કાલે બપોર સુધીમાં ચુકાદો આવી શકે છે.

જ્ઞાનવાપી કેસની સુનાવણી વચ્ચે કોર્ટમાં વધુ એક દલીલ કરવામાં આવી છે. હિંદુ પક્ષે પોતાની દલીલમાં કહ્યું છે કે, જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વજુ ખાનામાં વધુ એક શિવલિંગ છે. હાલ અરજદાર બંને પક્ષના વકીલો સાથે કોર્ટ રૃમમાં હાજર છે. બીજા કોઈને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

આ દરમિયાન ફરી એક વખત વાદીના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદના સર્વે કેસમાં પ્લઝ ઑફ વર્શિપ એક્ટ ૧૯૯૧ લાગુ પડતો નથી. વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, વર્ષ ૧૯૩૭માં દીન મોહમ્મદ વિરુદ્ધ રાજ્ય સચિવના કેસમાં, ૧૫ લોકોએ જુબાની આપી હતી કે,૧૯૪૨ સુધી પૂજા થતી હતી, તેથી તે કાયદો ત્યાં અસરકારક રહેશે નહીં.

 

(8:38 pm IST)