Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

પૂણેના પુણ્યેશ્વર મંદિરની જમીન પર બે દરગાહ બનાવાયાનો દાવો

રાજ ઠાકરેની પાર્ટી એમએનએસએ દાવો કર્યો ઃરાજ ઠાકરેના પક્ષે મંદિરની જમીન મુક્તિ માટે અભિયાન શરૃ કર્યું, આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે રાજ ઠાકરેની પાર્ટી એમએનએસએ દાવો કર્યો છે.  આ દાવા પ્રમાણે મહારાષ્ટ્રના પુણે શહેરમાં પુણ્યેશ્વર મંદિરની જમીન પર બે દરગાહ બનાવવામાં આવી છે.

એમએનએસ મહાસચિવ અજય શિંદેએ રવિવારે કહ્યું કે, તેમણે પુણ્યેશ્વર મુક્તિ (મંદિરની જમીન મુક્ત) અભિયાન શરૃ કર્યું છે અને લોકોને મંદિરની જમીન પુનઃસ્થાપિત કરવામાં રાજ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીને લડાઈને સમર્થન આપવા માટે અપીલ કરી છે.

જ્ઞાનવાપી મસ્જિદના તાજેતરના સર્વેનો ઉલ્લેખ કરતા, શિંદેએ કહ્યું કે, સરકારે હિંદુત્વ અંગે રાજ ઠાકરેના વલણ પ્રત્યે જાગૃત થવાનું શરૃ કર્યું છે.

એમએનએસ મહાસચિવ અજય શિંદેએ કહ્યું કે, જ્ઞાનવાપીની જેમ અમે પણ પુણેના પુણ્યેશ્વર મંદિર માટે લડી રહ્યા છીએ. શિંદેએ દાવો કર્યો હતો કે, ખિલજી વંશના શાસક અલાઉદ્દીન ખિલજીના એક કમાન્ડરે પુણેમાં પુણ્યેશ્વર અને નારાયણેશ્વર મંદિરોને તોડી પાડ્યા હતા અને બાદમાં જમીન પર દરગાહ બાંધવામાં આવી હતી.

(8:36 pm IST)