Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મ.પ્રમાંથી ૨૯, રાજસ્થાનમાંથી ૧૪ બાળકો ગત વર્ષે રોજ ગુમ

ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યૂ ક્રાય તરફથી નવો રિપોર્ટ જાહેરઃયુપીના ૫૮ જિલ્લામાં સરેરાશ રોજ આઠ બાળકો ગુમ

ઉત્તર ભારતના ચાર મોટા પ્રદેશોમાં બાળકોના ગુમ થવાના કેસમાં ચિંતાજનક વૃદ્ધિ થઈ છે. બિન સરકારી સંસ્થા (એનજીઓ) ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યૂ ક્રાય તરફથી જારી નવા રિપોર્ટ અનુસાર ગયા વર્ષે મધ્ય પ્રદેશમાં ૨૯ અને રાજસ્થાનમાં ૧૪ બાળકો દરરોજ લાપતા થયા. ક્રાઈ તરફથી જારી સ્ટેટસ રિપોર્ટ ઓન મિસિંગ ચિલ્ડ્રન માં જણાવાયુ છે કે દિલ્હીના આઠ જિલ્લામાંથી ગયા વર્ષે દરરોજ પાંચ બાળકો લાપતા થયા. ઉત્તર પ્રદેશના ૫૮ જિલ્લામાં સરેરાશ દરરોજ આઠ બાળકોના ગુમ થવાની ફરિયાદ નોંધાઈ.

ક્રાઈના સહયોગી સંગઠન તરફથી માહિતીના અધિકાર હેઠળ પ્રાપ્ત જાણકારીમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે હેઠળ વર્ષ ૨૦૨૦માં મધ્ય પ્રદેશમાં જ્યાં બાળકોના ગુમના ૮,૭૫૧ કેસ નોંધાયા, ત્યાં રાજસ્થાનમાં ૩,૧૭૯ કેસ રજીસ્ટર કરવામાં આવ્યા. વર્ષ ૨૦૨૧માં મધ્ય પ્રદેશમાં ૧૦,૬૪૮ અને રાજસ્થાનમાં ૫,૩૫૪ કેસ રજિસ્ટર થયા. આ પ્રકારે વર્ષ ૨૦૨૦ની સરખામણીએ વર્ષ ૨૦૨૧માં ગુમ થયેલાના કેસમાં મધ્ય પ્રદેશમાં ૨૬ અને રાજસ્થાનમાં ૪૧ ટકાની વૃદ્ધિ થઈ.

- ૨૦૨૧માં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં યુવકોની સરખામણીએ પાંચ ગણી યુવતીઓના ગુમ થયાના કેસ નોંધાયા

- મધ્ય પ્રદેશના ઈન્દોર, ભોપાલ, ધાર, જબલપુર અને રીવા જિલ્લામાં સૌથી વધારે ગુમ થયેલાના કેસ નોંધાયા

- ગયા વર્ષે રાજસ્થાનમાં ૪,૪૬૮ છોકરીઓ અને ૮૮૬ છોકરાઓ લાપતા થયા

- રાજસ્થાનમાં દરરોજ ૧૨ યુવતીઓ અને ૨ યુવક દરરોજ ગુમ થયા

- ઉત્તર પ્રદેશમાં લાપતા ૮૮.૯ ટકા બાળકો અને કિશોરોની ઉંમર ૧૨-૧૮ ની વચ્ચે ગત વર્ષ ઉત્તર પ્રદેશના ૭૫માંથી ૫૮ જિલ્લામાં કુલ ૨,૯૯૮ બાળકોના લાપતા થવાનુ નોંધાયુ. જેમાં ૮૩૫ યુવક અને ૨,૧૬૩ યુવતીઓ સામેલ છે. ગુમ ૮૮.૯ ટકા બાળકો અને કિશોરોની ઉંમર ૧૨-૧૮ વર્ષની વચ્ચે રહી.

- લખનૌ, મુરાદાબાદ, કાનપુર નગર, મેરઠ અને મહારાજગંજ જિલ્લા બાળકોના ગુમ થવાના મામલે ઉચ્ચ સ્થાને રહ્યા. ગયા વર્ષે દિલ્હીના આઠ જિલ્લામાં ૧,૬૪૧ બાળકોના ગુમથવાનો કેસ નોંધાયા. જેમાં ૮૫ ટકા બાળકો અને કિશોરોની ઉંમર ૧૨-૧૮ વર્ષની વચ્ચે હતી. ઉત્તર-પૂર્વ જિલ્લામાં જ્યાં સર્વાધિક લાપતા થવાના કેસ નોંધાયા, ત્યાં દક્ષિણ-પૂર્વ જિલ્લામાં આની સંખ્યા સૌથી ઓછી રહી. પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ જિલ્લામાં આંકડા અહીં ઉપલબ્ધ નથી.

ક્રાઈના ક્ષેત્રીય ડાયરેક્ટરે કહ્યુ કે ગયા વર્ષે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં લાપતા બાળકોમાં ૮૩ ટકા કરતા વધારે યુવતીઓ હતી. મધ્ય પ્રદેશમાં જ્યાં ૮,૮૭૬ યુવતીઓ લાપતા થઈ, ત્યાં રાજસ્થાનમાં આની સંખ્યા ૪,૪૬૮ હતી. છેલ્લા પાંચ વર્ષોમાં લાપતા બાળકોમાં યુવકોઓની તુલનામાં યુવતીઓની સંખ્યા વધારે હોવાનો ચિંતાનો વિષય છે.

(8:35 pm IST)