Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કોનરાડ સંગમાએ ઓફિસ આવવા-જવા ખરીદી ઈલેક્‍ટ્રીક કાર

મેઘાલયના મુખ્‍યમંત્રીની અનોખી પહેલ

નવી દિલ્‍હી, તા.૨૩: પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્‍યા છે. લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. દરેક વસ્‍તુઓના ભાવ આસમાને પહોંચતા ખાવુ શું તે એક સવાલ થઇ પડ્‍યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા દરેક વસ્‍તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. જો કે પર્યાવરણની દ્રષ્ટિએ કહો કે આર્થિક દ્રષ્ટિએ, લોકો હવે ઇલેક્‍ટ્રીક વાહનો તરફ વળ્‍યા છે. ઇલેક્‍ટ્રીક વાહનોની માંગ વધી રહી છે. ત્‍યારે મેઘાલયના મુખ્‍યમંત્રીએ પણ ઇલેક્‍ટ્રીક કાર ખરીદી છે.

મેઘાલયના સીએમ કૉનરાડ સંગમાએ ઑફિસ આવવા જવા માટે ઇલેક્‍ટ્રીક કાર ખરીદી. મહત્‍વનું છે કે થોડા સમય પહેલા જ સીએમ સચિવાલયે કૉનરાડ સંગમા માટે ઇલેક્‍ટ્રીક કારનો ઓર્ડર આપ્‍યો હતો. જેની શુક્રવારે ડિલીવરી કરવામાં આવી હતી.  કહેવામાં આવી રહ્યું છે કે  આ ઇલેક્‍ટ્રિક કાર MG ZS EV છે, જે પાંચ સીટર ઇલેક્‍ટ્રિક SUV છે.

મહત્‍વનું છે કે પર્યાવરણની જાળવણી માટે  રાજ્‍ય સરકાર પણ ઇલેક્‍ટ્રીક વાહનોને પ્રોત્‍સાહન આપી રહી છે. વિવિધ રાજ્‍યો જેવા કે ગુજરાત, મહારાષ્‍ટ્ર, ઓડીશા , ઝાર ખંડ સહિતના રાજ્‍યોમાં ઇલેક્‍ટ્રીક વાહન ખરીદવા માટે સબસીડી આપવામાં આવે છે. સીએમ સંગમાએ કહ્યું કે તેઓ આ નવી ઇલેક્‍ટ્રિક કારનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે કરશે. તેમણે અન્‍ય અધિકળત વિભાગોની સાથે લોકોને ઇલેક્‍ટ્રિક વાહનોનો ઉપયોગ શરૂ કરવા માટે પ્રોત્‍સાહિત કર્યા છે. તેઓએ જણાવ્‍યું કે અમે પર્યાવરણને બચાવવા અને ગ્‍લોબલ ર્વોમિંગ અને આબોહવા પરિવર્તન પર ઇંધણના પ્રભાવને ઘટાડવા માટે પોતાના ભાગમાં આવતા કાર્યને કરવા માટે સક્ષમ છે.

(2:47 pm IST)