Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કેનેડાના ટોરન્‍ટો અને ઓન્‍ટારિયોમાં વાવાઝોડું ત્રાટક્‍યું : ૮ના મોત : મિલ્‍કતોને ભારે નુકસાન

ઓન્‍ટારિયોની ૩૨ મિલિયન વસ્‍તીમાંથી લગભગ ૪૦ ટકા લોકો વીજળી વિહોણા : ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી

નવી દિલ્‍હી તા.૨૩ : ટોર્નેડોને કારણે કેનેડાના સૌથી વધુ વસ્‍તી ધરાવતા પ્રાંતમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ માહિતી તે પ્રાંતના અધિકારીઓએ આપી હતી. તોફાન બાદ અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, વાહનવ્‍યવહાર ખોરવાયો હતો. અને ઘરોને નુકસાન થયું હતું.

બીજી તરફ ઇમરજન્‍સી કામદારોને સતત કોલ આવતા હતા. દક્ષિણ ઓન્‍ટેરિયોમાં બ્રેન્‍ટ કાઉન્‍ટીમાં તેમના કેમ્‍પિંગ ટ્રેલર પર એક વૃક્ષ પડતાં એક વ્‍યક્‍તિનું મૃત્‍યુ થયું હતું. અને અન્‍ય બે ઘાયલ થયા હતાં. પોલીસે જણાવ્‍યું હતું કે, જયારે વાવાઝોડા દરમિયાન એક ૭૦ વર્ષીય મહિલાનું ઝાડ સાથે અથડાઈને મોત થયું હતું.

ઓન્‍ટારિયોની સૌથી મોટી પાવર કંપની હાઈડ્રો વન લિમિટેડે જણાવ્‍યું હતું કે ભયંકર વાવાઝોડાને કારણે ૩.૪૦ લાખ કરતાં વધુ ગ્રાહકો વીજ પુરવઠો વિહોણા હતા. વ્‍યાપક પાવર આઉટેજને રોકવા માટે વધારાના સંસાધનો તૈનાત કરવામાં આવ્‍યા છે. ઓન્‍ટારિયોની ૩૨ મિલિયન વસ્‍તીમાંથી લગભગ ૪૦ ટકા કેનેડિયન વસ્‍તી આનાથી પ્રભાવિત થઈ હતી.

કેનેડાની રાજધાની ઓટ્ટાવાના મેયર જિમ વોટસને જણાવ્‍યું હતું કે જમીન પરના નુકસાન અને જોખમોનું મૂલ્‍યાંકન કરવા માટે ઈમરજન્‍સી ઓપરેશન સક્રિય કરવામાં આવ્‍યું છે.

કેનેડામાં ભારે વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી હતી. વિભાગે જણાવ્‍યું હતું કે કેટલાક ભાગોમાં ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ માપવામાં આવી હતી. બે કલાકથી વધુ ચાલેલા જીવલેણ વાવાઝોડાથી થયેલા વિનાશના માર્ગની તસવીરો પોસ્‍ટ કરવા માટે રહેવાસીઓ સોશિયલ મીડિયા પર ગયા.

વડા પ્રધાન જસ્‍ટિન ટ્રુડોએ કહ્યું કે ફેડરલ સરકાર જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા તૈયાર છે. ટ્રુડોએ રવિવારે ટ્‍વીટ કર્યું કે, ‘અમે તમામ અસરગ્રસ્‍ત લોકો મદદ કરી કરી રહ્યાં છે. અને વીજળીᅠ પુનઃસ્‍થાપિત કરવા માટે કામ કરતા કામદારોનો આભાર માનીએ છીએ.જો જરૂર હોય તો અમે ફેડરલ સપોર્ટ આપવા માટે તૈયાર છીએ.'

(1:40 pm IST)