Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - 294

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

તમે જાણી ના શકાય ત્‍યાં સુધી પહોંચવાના પ્રયત્‍નો કરી શકો છો પરંતુ ત્‍યાંસુધી કયારેય પહોંચી શકાતુ નથી.

ભગવાનને જાણી શકતા નથી અને એટલે જ જીવન-સુંદર છે. અશકય અસ્‍તીત્‍વ ધરાવે છે. તેથી જીવન તેને-પામવાનું એક સાહસ  બની જાય છે. જયારે તે શકય બની જાય છ.ે ત્‍યારે તે અર્થ ગુમાવી દેછે તેથી જ પૂર્વ કરતા પશ્‍ચમમાં જીવન અર્થ વગરનું થઇ ગયું છે કારણ કે વિજ્ઞાને તમને વધારે જ્ઞાનવાન બનાવ્‍યા છે. વિજ્ઞાનની ધુળને કારણે જ અચંબીત થવાની ક્ષમતા ઘટતી જાય છે તમે-લગભગ અસંવેદનશીલ બની જાવ છો આ જ એકમાત્ર કબર છે મૃત્‍યુ છે. હમેશા અજાણ માટે ઉપલબ્‍ધ રહો.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:57 am IST)