Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

રાહુલ ગાંધી દેશના સૌથી અસફળ અને હતાશ નેતા:મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના સીએમએ કહ્યું કોઈ પણ દેશભક્ત નેતા વિદેશની ધરતી પર જઈને રાહુલ ગાંધીની જેમ રાષ્ટ્ર વિરોધી નિવેદનો કરતા નથી.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે. લંડનમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે સીએમ શિવરાજસિંહની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી દેશના સૌથી નિષ્ફળ, હતાશ અને અત્યંત નિરાશ નેતા છે. રાહુલ ગાંધીની લંડન મુલાકાત બાદથી ભાજપ તેમના નિવેદનો પર પ્રહાર કરી રહી છે. આ પહેલા ઈન્દોરમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે રાહુલ ગાંધી દેશને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

(12:04 am IST)