Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મુંબઈથી ગોરખપુર રવાના થયેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન પહોંચી ગઈ ઓડિશા,:રેલવેએ તપાસ શરૂ કરી

લોકોએ સવારે ઉઠીને જોયું તો તે ગોરખપુરમાં નહીં પણ ઓડિશા પહોંચી ચૂક્યા હતા.

 

મુંબઈ : બે મહિનાથી લોકડાઉન પુરૂ થવાની રાહ જોઈ રહેલા પરપ્રાંતિય મજૂરો માટે રાહ ખત્મ જ નથી થતી. ઘણા મજૂરો જે ચાલીને, બસમાં, ટ્રકમાં કે અન્ય માધ્યમો દ્વારા પોતાના ઘર સુધી પહોંચી ચૂક્યા છે. મજૂરો માટે સરકારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી. તેનાથી શહેરમાં ફસાયેલા શ્રમિકોમાં આશા જાગી અને તેમને રાહતનો શ્વાસ લીધો કે હવે તે સલામત રીતે પોતાના ઘરે પહોંચી જશે પણ બેદરકારી ત્યારે સામે આવી, જ્યારે મુંબઈથી ઉત્તરપ્રદેશના ગોરખપુર જવા માટે નીકળેલી ટ્રેન ઓડિશા પહોંચી ગઈ. મુંબઈથી ટ્રેનમાં બેઠેલા લોકોએ જ્યારે સવારે ઉઠીને જોયું તો તે ગોરખપુરમાં નહીં પણ ઓડિશા પહોંચી ચૂક્યા હતા.

21 મેના રોજ મુંબઈના વસઈ સ્ટેશનથી ગોરખપુર માટે રવાના થયેલી ટ્રેન અલગ માર્ગ પર ચાલતા ઓડિશાના રાઉરરેલા પહોંચી ગઈ. નારાજ મુસાફરોએ જ્યારે રેલવે પાસે જવાબ માંગ્યો તો ત્યાં હાજર અધિકારીઓએ કહ્યું કે કંઈક ગડબડના કારણે ટ્રેનના ચાલક પોતાનો રસ્તો ભૂલ્યો.

ત્યારે રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ સમગ્ર મામલે રેલવે ચાલકની કોઈ ભૂલ નથી. ગંતવ્યમાં પરિવર્તન ડિઝાઈન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે રેલવેમાં મુસાફરી કરેલા યાત્રીઓને રૂટમાં ફેરફારને લઈ કોઈ જાણકારી કેમ ના આપવામાં આવી? રેલવેએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં આ પ્રવાસી મજૂરો મુંબઈથી નીકળીને હવે ઓડિશામાં ફસાઈ ગયા છે અને તેઓ પોતાના ઘરે પહોંચવાની રાહ જોઈ રહ્યા છે.

(11:00 pm IST)