Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારના આર્થિક પેકેજની જાણકારી દરેક લોકોને પહોંચાડવી તે તમારી જવાબદારીઃ નરેન્‍દ્રભાઇ મોદીએ મંત્રીઓને આદેશ આપ્‍યો

નવી દિલ્હીઃ બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, સરકારે બધા ક્ષેત્ર માટે જે આર્થિક પેકેજની જાહેરાત કરી છે, તેને જમીન પર ઉતારવુ જરૂરી છે. તેનો ફાયદો જન-જનને મળે તે આપણે નક્કી કરવું પડશે. આ આર્થિક પેકેજની જાણકારી ગ્રાઉન્ડ સુધી પહોંચાડવાની જવાબદારી તમારા બધાની છે.

આ બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલયએ એક પ્રેઝન્ટેશન આપ્યું છે. આ પ્રેઝન્ટેશન દ્વારા કેબિનેટ મંત્રીઓને કોવિડ 19ની હાલની સ્થિતિની જાણકારી આપવામાં આવી હતી. તેમાં કોરોના વાયરસને લઈને વિશ્વની સ્થિતિ અને ભારતની સ્થિતિની તુલનાત્મક જાણકારી આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલય સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, ભારત કોવિડ-19ના સંક્રમણને વિશ્વના અન્ય દેશોની તુલનામાં કેટલું રોકવામાં સફળ રહ્યું છે.

(4:16 pm IST)