Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

હવે સ્પેશ્યલ એસી ટ્રેનોમાં ૭ દિવસને બદલે ૩૦ દિવસ પહેલા કરી શકશો બુકીંગ

નવી દિલ્હી, તા., ર૩: કોરોના સંકટને કારણે લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રેલ્વેએ રાહતના સમાચાર આપ્યા છે. ભારતીય રેલ્વે દ્વારા રાજધાની એકસપ્રેસના ૧પ રૂટો ઉપર ચલાવવામાં આવતી વિશેષ ટ્રેનોમાં ૭ દિવસને બદલે ૩૦ દિવસ પહેલા એડવાન્સ બુકીંગ કરાવી શકવાની સવલત ઉપલબ્ધ બનાવી છે. આ ટ્રેનોની ટીકીટ આઇઆરસીટીસીની વેબસાઇટ ઉપરાંત ટીકીટ કાઉન્ટરો પર ઉપલબ્ધ બનશે.આ ટ્રેનોનું ટીકીટ બુકીંગ હવે કોમ્પ્યુટરાઇઝડ પીઆરએસ કેન્દ્રો, ડાકઘરો, યાત્રી ટીકીટ સુવિધા કેન્દ્રોની સાથે આઇઆરસીટીસીના માન્ય એજન્ટો અને સામાન્ય સેવા કેન્દ્રોમાંથી પણ થઇ શકશે.

રેલ્વે મંત્રાલયના કાર્યકારી નિર્દેશક રાજેશ દત્ત વાજપેઇએ કહયું કે ૧ર મેથી દોડનારી ૧પ જોડી વિશેષ ટ્રેનોમાં બુકીંગની સુવિધા વધારવામાં આવી છે. તેમણે કહયું કે વર્તમાનમાં આ ટ્રેનોમાં આરએસસી અથવા  વેઇટીંગ  ટીકીટ ઇસ્યુ કરવામાં આવેલ છે.  એડવાન્સ બુકીંગની સુવિધા હમણા સુધી ૭ દિવસ હતી તે વધારીને ૩૦ દિવસ કરવામાં આવી છે. જો કે આ ટ્રેનોમાં તત્કાલીન બુકીંગ નહી કરાવી શકાય. સુત્રોએ જણાવ્યું કે આરએસી-વેઇટીંગ ટીકીટ મુસાફરોને આપવામાં આવશે. પરંતુ જો કન્ફર્મ નહિ હોય તો વેઇટીંગ઼ ટીકીટ સાથે  તેઓ મુસાફરી કરી નહી શકે. રેલ્વેના જણાવ્યા મુજબ પહેલા અને બીજા ચાર્ટ વચ્ચે કરંટ બુકીંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. ૩૧ મેથી શરૂ થતી યાત્રા ઉપર આ સુવિધા લાગુ થશે. આ ૧પ જોડી ટ્રેન સંપુર્ણ પણે એરકંડીશન્ડ છે અને તેમનું પરીચાલન ૧ર મી મેથી શરૂ થશે.

(3:27 pm IST)