Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોના સામે લડવાની પધ્ધતિ બદલવી પડશે

નિષ્ણાંતોનો મત છે કે કોરોનાને કાબુમાં કરવો હવે મુશ્કેલ : મોટાપાયે ટેસ્ટીંગ જ એક માત્ર ઉપાય

નવી દિલ્હી તા. ૨૩ : અંદાજે પાંચ મહિનાથી વિશ્વ કોરોના મહામારીથી લડી રહ્યું છે પરંતુ વૈજ્ઞાનિકોનુઙ્ગ માનવું છે કે આ બીમારી લાંબા સમયથી અમારા જીવનનો ભાગ બની રહેશે. તેથી તેને લાડવા માટે હાલની રીત બદલવી પડશે. સાઇન્સ જનરલ લોસેન્ટ ઈંફેંકીસિસ ડિસીઝમાં પ્રકશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોન્ટ્રેકટ ટ્રેસીંગ દ્વારા બીમારીની પહેચાન અને રોકવું હવે અઘરૃં બન્યું છે. તેથી ટેસ્ટિંગની રણનીતિ બદલવી પડશે.

જોકે કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. તેથી છેલ્લા ૨૪ કલાક દરમ્યાન પણ વિશ્વમાં રેકોર્ડ એક લાખ સંક્રમણ સામે આવ્યા છે. શરૂઆતમાં જયારે બીમારી કોઈ દેશમાં દસ્તક આપતી હતી તો સંક્રમિતના સંપર્કમાં આવેલા દરેક લોકોની ઓળખ કરવામાં આવી હતી. તેનાથી કોન્ટ્રેકટ ટ્રેસીંગ કહે છે. લોસેન્ટનો રિપોર્ટ હવે તેને બિનજરૂરી અને અશકય માને છે.

પ્રત્યેક ૧૪ દિવસમાં રેન્ડમ ટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધીરે ધીરે વાયરસ પ્રતિ લોકોમાં હર્ડ ઇમ્યુનીટી પેદા થશે જેનું સંશોધન રેન્ડમ ટેસ્ટિંગથી કરવામાં આવશે. આ પ્રક્રિયા આર્થિક ગતિવિધિઓને રાખીને કરવામાં આવે છે. જયાં સુધી તેની દવા નહીં બને ત્યાં સુધી તેના વિરૂદ્ઘ લડવાનું એક માત્ર શસ્ત્ર ટેસ્ટિંગ છે.

(2:52 pm IST)