Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

SBIના ખુલવાનો સમય બદલાયો! જાણો તમારી બ્રાંચનો સમય

નવી દિલ્હી, તા.૨૩: કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે બેંક સતત પગલાં ભરી રહી છે. આ દરમિયાન દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ બ્રાંચ ખોલવાના સમયમાં ફેરફાર કર્યો છે. આ સાથે જ બ્રાંચમાં આવતા સ્ટાફમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ લોકોને બેંક બ્રાંચમાં આવવાને બદલે ડિજિટલ વ્યવહાર કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

SBIના વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે બેંક તરફથી બ્રાંચ ખોલવાનો સમય બદલી દેવામાં આવ્યો છે. આપવામાં આવેલી જાણકારી પ્રમાણે દેશમાં તમામ હિસ્સામાં બેંક હવે સવારે ૧૧.૩૦ વાગ્યે ખુલી રહી છે.

જો તમે પણ તમારી નજીક આવેલી SBIના બ્રાંચનો સમય જાણવા માંગો છો તો નીચે આપેલી લીંક પર કિલક કરીને તમારા શહેરનું નામ શોધી શકો છો. https://www.sbi.co.in/documents/136/1364568/Working+Branches+22052020.pdf/588d3aef-426d-8bbd-2c1a-e3159a2854d1?t=1590133498748

આ પહેલા અંગ્રેજીના બિઝનેસ ન્યૂઝપેપર ઇકોનોમિક ટાઇમ્સે જણાવ્યું હતું કે અલગ અલગ રાજયમાં એસબીઆઈની બેંકો અલગ અલગ સમય પર ખુલી રહી છે.

એસબીઆઈના મેનેજિંગ ડિરેકટર (રિટેલ બેન્કિંગ) પી.કે.ગુપ્તાએ જણાવ્યું કે અનેક રાજયમાં અને બેંકની બ્રાંચ ખુલવાના અને બંધ કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. અમુક રાજયમાં આ સમય ૭થી ૧૦ છે. જયારે અમુક રાજયમાં ૮થી ૧૧, જયારે અમુક રાજયમાં ૧૦થી ૨ છે.

એસબીઆઈની ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ અંગે જાણો

ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસમાં કેશ પિકઅપ, કેશ ડિલિવરી, ચેક પિકઅપ, ચેક રિકિવઝિશન, સ્લિપ પિકઅપ, ફોર્મ ૧૫એ  પિકઅપ, ડ્રાફ્ટ્સ ડિલિવરી, ટર્મ ડિપોઝિટ એડવાઇઝ ડિલિવરી, લાઇફ સર્ટિફિકેટ પિકઅપ તથા કેવાઈસી ડોકયુમેન્ટ્સ પિકઅપ વગેરે સેવા સામેલ છે.

આ સેવા મેળવવા માટે તમારા કામકાજના દિવસોમાં સવારે ૯થી સાંજના ૪ વાગ્યા સુધી ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૧૧૧૦૩ પર કોલ કરવાનો રહેશે. રજિસ્ટ્રેશન માટે હોમ બ્રાંચમાં સર્વિસ રિકવેસ્ટ આપી શકાય છે. ડોરસ્ટેપ બેન્કિંગ સેવા ફકત એવા ગ્રાહકોને મળશે જેમણે કેવાયસી કરાવ્યું હોય. નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન માટે સર્વિસ ચાર્જ ૬૦ રૂપિયા અને જીએસટી તથા ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન માટે સર્વિસ ચાર્જ ૧૦૦ રૂપિયા અને જીએસટી આપવો પડશે.

(2:49 pm IST)