Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

LAC પર તણાવ : સેના પ્રમુખ નરવણેએ લદ્દાખની મુલાકાત લીધી

સંવેદનશીલ વિસ્તારની કરી સમીક્ષા : ચીનના પેટમાં તેલ રેડાશે !

નવી દિલ્હી તા. ૨૩ : દુનિયાભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારતના પાડોશી દેશો દ્વારા વારંવાર નિયંત્રણ રેખા પર અવળચંડાઇ કરવામાં આવી રહી છે. હાલમાં જ ભારત અને ચીન વચ્ચે નિયંત્રણ રેખા (LAC) પર તણાવ જોવા મળ્યો હતો. જો કે ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ શુક્રવારના રોજ લદ્દાખમાં ૧૪ કોરના મુખ્યાલય લેહની મુલાકાત લીધી હતી.

એક પ્રાપ્ત મળતી વિગત અનુસાર ભારતીય સેનાના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ લદ્દાખના મુખ્યાલય લેહની મુલાકાત લીધી હતી. આ સંવેદનશીલ વિસ્તારની સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ દિલ્હી પરત ફર્યાં હોવાનું સામે આવ્યું છે.ઙ્ગ

આ મુલાકાત ભારત દ્વારા ચીનના એ આરોપને ફગાવ્યા બાદ કરવામાં આવી છે જેમાં બેઇજિંગ દ્વારા આરોપ લગાવામાં આવ્યો હતો કે સરહદ પર ભારતીય સૈનિકોએ તણાવની શરૂઆત કરી અને લદ્દાખ અને સિક્કિમ સેકટરોમાં LAC ક્રોસ કર્યું.ઙ્ગ

ઙ્ગઆ સાથે ચીને આરોપ લગાવ્યો હતો કે ચીનના સૈનિકોને ભારતીય સરહદ પર પેટ્રોલિંગ કરવાને લઇને અવરોધ ઉભો કરવામાં આવ્યો.ઙ્ગ

જો કે આ ઘટના પછી બંને પક્ષોના સૈનિકોએ શાંતિ અને તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કર્યો. ૫-૬ મેના રોજ પેંગોંગ સરોવર પાસે થયેલી અથડામણ બાદ ચીન અને ભારત તરફથી સરહદ પર વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. ખાસ કરીને લદ્દાખની ગલવા ઘાટીમાં.

(2:59 pm IST)