Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બિડન પોઈન્ટ આગળઃ ફોકસ ન્યુઝના પોલથી ટ્રમ્પ ભડકયા

ફોકસ ન્યુઝે આવા ખોટા પોલ કરનારને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએઃ ટ્રમ્પે ધડાધડ ૧૨ ટ્વીટ કર્યા

ન્યુયોર્કઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બિડન આગળ હોવાના ફોકસ ન્યુઝના પોલથી ટ્રમ્પ ભડકી ઉઠયા છે. આ પોલમાં બિડન ટ્રમ્પથી ૮ પોઈન્ટથી આગળ હોવાનું જણાવાયુ છે.

હાલ અમેરિકા કોરોના મહામારીના પ્રકોપથી આર્થીક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ટ્રમ્પે ફોકસ ન્યુઝના પોલને લઈને લગભગ એક ડઝન ટ્વીટ કરી ફોકસ ન્યુઝ ઉપર આરોપ લગાડેલ કે એક ન્યુઝ ચેનલ છે જે સૌથી વધુ બીડનને સમર્પીત છે.

આ પોલથી ભડકી ઉઠેલ ટ્રમ્પે ફોકસ  ન્યુઝના પોલ કરનારે ખોટા ગણાવી ટ્વીટમાં જણાવેલ ફોકસ ન્યુઝ આવા ખોટા પોલ કરનારને નોકરીમાંથી કાઢી નાખવા જોઈએ. ઉપરાંત ટ્રમ્પે ફોકસ ન્યુઝના પોલ કદી સાચા પડયા ન હોવાનું પણ જણાવેલ.

(2:43 pm IST)