Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોના સામે તાંઝાનિયામાં રહસ્યમય ખેલ

રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ વિરોધીઓની ધરપકડો કરી લીધી : વ્યાપક ફોન ટેપિંગ : દેશમાં લોકડાઉન નહિ, તમામ ગતિવિધિ - મેળાવડા ચાલુ : રાષ્ટ્રપતિ કહે છે, અમે પ્રાર્થનાથી કોરોનાને મારી નાખ્યો

નવી દિલ્હી તા. ૨૩ : પૂરી દુનિયામાં કોરોના હાહાકાર મચાવે છે ત્યારે આફ્રિકી દેશ તાંઝાનિયા રહસ્યમય બન્યો છે.

બીએનએન - ભારત ન્યૂઝના અહેવાલ પ્રમાણે તાંઝાનિયાના રાષ્ટ્રપતિ માગુફુલી કહે છે કે, અમે પ્રાર્થનાથી વાયરસને હરાવ્યો છે છતાં અમારી સામે સવાલો ઉઠે છે.

જોકે તાંઝાનિયાની સ્થિતિ રહસ્યમય બની છે. રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ વિરોધીઓની ધરપકડ કરી લીધી છે. કોરોના અંગે સરકારની ક્ષમતા અંગે સલાવ ઉઠાવનારાને પણ ઝડપી લેવામાં આવે છે. વિપક્ષી નેતા - માનવ અધિકાર કાર્યકરોના ફોન ટેપ થાય છે. છેલ્લા ત્રણ સપ્તાહથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સ્થિર દર્શાવાઇ રહી છે.

તાંઝાનિયા વિશ્વમાં અપવાદરૂપ દેશ બન્યો છે. લોકડાઉન કે કોઇ પ્રતિબંધો નથી. લોકોને કોરોના સામે જાગૃત પણ કરાયા નથી. સામાજિક - ધાર્મિક મેળાવડા પણ ચાલુ જ છે. છતાં કોરોના કંઇ અસર કરતો નથી. રાષ્ટ્રપતિ કહે છે, હું અર્થતંત્રને પ્રાથમિકતા આપું છું, કોરોનાને તો અમે પ્રાર્થનાથી પરાજિત કરી દીધો છે.

આ દાવા સામે આંતરરાષ્ટ્રીય સમૂદાય શંકા સેવે છે અને માગુફુલી માહિતી છૂપાવતા હોવાનું માને છે.

(2:42 pm IST)