Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ત્રણ દિવસથી ભુખી છું, બાળકો સાથે છે, ઘરે ન જાઉ તો શું કરૃઃ મહિલા મજુરનું દર્દ

રાહુલ ગાંધીએ મજુરો સાથેની મુલાકાતની વીડીયો ડોકયુમેન્ટ્રી જાહેર કરી

નવી દિલ્હીઃ કોરોના લોકડાઉન વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા પ્રવાસી મજુરો સાથે મુલાકાત કરેલ તેની રાહુલ તરફથી ડોકયુમેન્ટ્રી જાહેર કરવામાં આવી છે. ડોકયુમેન્ટ્રીમાં મજુરોએ પોતાનું દર્દ જણાવેલ. આ મજુરો હરીયાણાથી ઉત્તરપ્રદેશના ઝાંસી ચાલીને જતા હતા. આ વિડીયોમાં ઘર જતી એક પ્રવાસી મહિલા એવુ કહેતા જણાઇ હતી કે તે ત્રણ દિવસથી ભુખી છે સાથે બાળકો છે અને ઘરે ન જઇએ તો શું કરી.

આ પહેલા રાહુલ ગાંધીએ પોતાના ટવીટમાં જણાવેલ કે કેટલાક દિવસો પહેલા આ મજુર ભાઇ-બહેનો સાથે મુલાકાત થઇ જે હરીયાણાથી સેકડો કિલોમીટર દુર યુપીના ઝાંસી પોતાના ગામ ચાલીને જઇ  રહયા છે. આજે સવારે ૯ વાગ્યે તેમના ધૈર્ય, દ્રઢ  સંકલ્પ અને આત્મનિર્ભરતાની અવિશ્વસનીય વાત મારી યુ ટયુબ ચેનલ ઉપર જોવો.

નાણામંત્રી સિતારમણે રાહુલનું નામ લીધા  વિના જણાવેલ કે તેમણે (રાહુલ ગાંધી) મજુરો સાથે બેસી, તેમની સાથે વાત કરી તેમનો સમય બર્બાદ કરેલ. તેમણે મજુરોના બાળકો અને તેમનો સામાન ઉપાડી સાથે ચાલવુ જોઇતુ હતુ.

(12:41 pm IST)