Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

૨૦૨૪માં મોદી ત્રણ ગણી વધારે બહુમતી મેળવશે

અમેરિકા - ચીન નબળા પડશે : ભારત સુપર પાવર બનશે : ૨૦૨૩ સુધી વિશ્વમાં અરાજકતા રહેશે : અમેરિકા સ્થિત જ્યોતિષ નરસિમ્હાની આગાહી

નવી દિલ્હી તા. ૨૩ :ઙ્ગઆ સજ્જનનું નામ છે પીવીઆર નરસિમ્હા રાવ જે અમેરિકાના બોસ્ટન શહેરમાં રહે છે. વ્યવસાયે સોફટવેર એન્જિનિયર નરસિમ્હા રાવ જગન્નાથ હોરા નામના મફત જયોતિષ સોફટવેરના નિર્માતા પણ છે. તેમણે ૨૦૨૦થી લઈને ૨૦૩૫ સુધીની પોતાના જયોતિષ જ્ઞાનના માધ્યમથી દુનિયાની ભવિષ્ય ગણતરી કરી છે.

આ ઈન્ડો અમેરિકન જયોતિષ આઈઆઈટી મદ્રાસથી એન્જિનિયરિંગના સ્નાતક છે અને તેમણે હ્યુસ્ટનના રાઈસ વિશ્વ વિદ્યાલયથી માસ્ટર ડિગ્રી મેળવી છે. કમાલની વાત એ છે કે તેમના મૂળમાં આજે પણ ભારતીયતા છે જે તેમના અમેરિકી જીવનમાં પણ જોવા મળે છે. નરસિમ્હા રાવ સંસ્કૃત અને હિન્દીના વિદ્વાન છે.ઙ્ગ

દુનિયા અંગે કોરોના યર ૨૦૨૦થી લઈને આગામી પંદર વર્ષો સુધીની તેઓ ભવિષ્યવાણી કરી ચૂકયા છે. દોઢ મહિના પહેલા ૨૯ માર્ચના રોજ જ તેમણે આ ભવિષ્યવાણી કરી છે જેમાં દુનિયાના આગામી ૧૫ વર્ષના હાલ કેવા રહેશે તે જણાવ્યું છે.ઙ્ગ

નરસિમ્હા રાવના જણાવ્યા મુજબ દુનિયામાં આગામી અઢી વર્ષ સુધી એટલે કે ૨૦૨૩ સુધી અરાજકતાનો સમય જોવા મળશે. ત્યારબાદ પુર્નનિર્માણની પ્રક્રિયા ૨૦૨૩ના મધ્યથી શરૂ થશે. જે વિશ્વની અર્થવ્યવસ્થાને સ્થિર કરવામાં ૨૦૩૪ સુધીનો સમય લેશે.

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દુનિયામાં પોતાની સર્વોચ્ચતાની સ્થિતિ ગુમાવશે અને બ્રિટનની જેમ બનીને રહી જશે. એ જ રીતે ચીનની શકિત પણ ખુબ નબળી પડશે કારણ કે તે પણ સોવિયેત રશિયાની જેમ અનેક દેશોમાં વિખરાઈ જશે.ઙ્ગ

પૂંજીવાદ અને સમાજવાદના સારા તત્વોના સંયોજનથી એક નવી નાણાકીય પ્રણાલી ઉભરશે અને ભારત આ નવા દોરમાં અગ્રણી રાષ્ટ્ર બનશે. આવનારી શતાબ્દી અને સહસ્ત્રાબ્દી ભારતની છે જેમાં દુનિયા ભારતને એક નવા સુપર પાવર તરીકે જોશે.ઙ્ગ

તેમની ભવિષ્યવાણી મુજબ રાષ્ટ્રહિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહસિક નિર્ણયો લેશે અને ૨૦૨૨થી ૨૦૨૪ દરમિયાન અનેક રાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલ લાવશે. મોદી ૨૦૨૪માં ૩ ગણા વધારે બહુમતથી જીતશે. ત્રીજા કાર્યકાળમાં અધવચ્ચે જ તેઓ પોતાના એક સહયોગીને સત્તા સોંપશે અને સાર્વજનિક જીવનથી સન્યાસ લેશે.ઙ્ગ

ડોનાલ્ડ ટ્રમ્પનો જૂન ૨૦૨૦થી ખરાબ સમય શરૂ થવાનો છે. આ વર્ષે થનારી અમેરિકી રાષ્ટ્રપદની ચૂંટણીમાં તેઓ સત્તા ગુમાવી શકે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં તેમના પર મહાભિયોગ ચલાવવામાં આવે તેવા યોગ બની રહ્યા છે. આ વર્ષ ૨૦૨૦માં સંયુકત રાજય અમેરિકામાં અનેક રાજકીય ઉથલપાથલ જોવા મળશે.

(12:40 pm IST)
  • હવે જાગૃતતા માટે માટલાનો સહારોઃ આ તસ્વીર રાજસ્થાનના કિશનગઢની જ્યાં માટીના વાસણ બનાવનારે પીવાના પાણીના માટલા પર કોરોના પ્રત્યે જાગૃતતાનો સંદેશ લખ્યો છે તે દેખાય છે access_time 10:46 am IST

  • ૪થી જુન આસપાસ કેરળમાં જોરદાર ચોમાસુ બેસી જશેઃ ઇન્ડિયન મોન્સુનના ખાનગી ટવીટર હેન્ડલ ઉપર કહ્યું છે કે તમામ મોડલો એવો નિર્દેશ આપે છે કે ૪થી જુન આસપાસ કેરાલા ઉપર જોરદાર ચોમાસુ બેસી જશે. અરબી સમુદ્રમાં ડીપ્રેશન-હવાનું દબાણ સર્જાય તેવી શકયતા છે જે યમન તરફ આગળ વધી જવા સંભાવના છે જો કે તેને લીધે કેરળમાં વરસાદ આવશે access_time 10:26 am IST

  • ભારે વરસાદ માટે પણ અપાયેલ તાકિદઃ આવતીકાલે પશ્ચિમ બંગાળ, સિકકીમ, આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન તંત્રે આગાહી કરી છે access_time 10:27 am IST