Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

બ્રિટનમાં કોરોના મહામારીને ધ્યાને લઇ નવા નિયમો લાગુ : વિદેશોમાંથી આવતા લોકો માટે 14 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજીયાત : આઇસોલેશનના ભંગ બદલ 92500 રૂપિયાનો દંડ : ભારતીય મૂળના ગૃહમંત્રી સુશ્રી પ્રીતિ પટેલનો આદેશ

લંડન : બ્રિટનમાં વણસી ગયેલી કોરોના મહામારીને ધ્યાને લઇ ભારતીય મૂળના વિદેશ મંત્રી સુશ્રી પ્રીતિ પટેલે બહાર પડેલા આદેશ અનુસાર હવે વિદેશોમાંથી આવતા લોકો માટે 14 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજીયાત કરાયું છે.તેમજ આઇસોલેશન નિયમોના ભંગ બદલ 92500 રૂપિયાનો દંડ કરવાનું નક્કી કર્યું છે.

 ક્વૉરન્ટાઈનું યોગ્ય રીતે પાલન કરાઈ રહ્યું છે કે નહીં તેના પર નજર રાખવા માટે પોલીસ દરરોજ 100 ઘરની તપાસ કરશે. નવા નિયમ દેશમાં પાછા ફરનારા બ્રિટિશ મૂળના લોકો પર પણ લાગુ થશે. ઉત્તર આયરલેન્ડના મંત્રી બ્રેન્ડન લ્યુઇસે કહ્યું કે અમે લોકોને સમજાવવા ઈચ્છીએ છીએ કે લૉકડાઉન બાદ પણ અમુક દિવસ સુધી તેઓ વિદેશ પ્રવાસ ન કરે. જો તમે જશો તો તમારે આઈસોલેશનમાં રહેવું જ પડશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:07 pm IST)