Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

" ઐસા ભી હોતા હૈ " : શ્રમિકોની હાલત જોઈ ચોર લોકોનું પણ દિલ પીગળી ગયું : આવ્યા હતા ચોરી કરવા , તેને બદલે મદદ કરીને જતા રહ્યા : માત્ર શ્રમિકોના મત માટે દેખાડો કરતાં રાજકીય પક્ષોની આંખ ઉઘાડી દેતો બનાવ

હરિયાણા : કોરોના કહેરના કારણે પરપ્રાંતમાંથી પગે ચાલીને વતનમાં જઈ રહેલા  હરિયાણાના એક મજુર પરિવારને  સુખદ અનુભવ થયો છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.જે મુજબ તેમની પાસેની ઘરવખરી જેવી વસ્તુઓ ચોરી જવા આવેલા  ચોર લોકો ચોરી કરવાને બદલે તેમની હાલત જોઈને  5 હજાર રૂપિયા દઈને ગયા હતા.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે ઉદ્યોગો બંધ પડી ગયા હોવાથી હજારોની સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો પગે ચાલીને વતનમાં જવા મજબુર બન્યા હતા.તેમની પાસેનો થોડો ગણો સમાન પણ ચોરાઈ જવાના બનાવો ક્યારેક બનતા હતા તેવા સંજોગોમાં આ બનાવ શ્રમિકોની દયા ખાવાને બદલે માત્ર મત માટે તેમનો રાજકીય ઉપયોગ કરતા રાજકીય પક્ષો  માટે ઉદાહરણ રૂપ છે.

(11:55 am IST)
  • બ્રાઝિલ અને રશિયામાં સ્થિતિ કાબૂ બહાર: સાઉદી અરેબિયા અને યુએઈ-દુબઈમાં ઈદના દિવસે પણ મસ્જિદો બંધ રહેશે બ્રાઝિલમાં ૨૪ કલાકમાં 1188 મોત.: કોરોનાના કેસ ૨૪ કલાકમાં ૧૮,૫૦૦ નોંધાયા કુલ મૃત્યુ 20 હજાર ઉપર : રશિયામાં પણ એક જ દિવસમાં 150 મોત અને નવા 9 હજાર કેસ નોંધાયા છે access_time 11:53 pm IST

  • દાદરા નગર હવેલીના સેલવાસમાં કોરોના પોઝિટિવ કેસ :મુંબઈથી સેલવાસ આવેલ એક પરિવારની ત્રણ મહિનાની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ :સેલવાસ આરોગ્ય વિભાગે માતા અને બાળકી બંનેને અલગ અલગ આઇસોલેટ કર્યા :સંક્રમણ ફેલાતું અટકવવા તંત્રની કામગીરી access_time 9:46 pm IST

  • હવે જાગૃતતા માટે માટલાનો સહારોઃ આ તસ્વીર રાજસ્થાનના કિશનગઢની જ્યાં માટીના વાસણ બનાવનારે પીવાના પાણીના માટલા પર કોરોના પ્રત્યે જાગૃતતાનો સંદેશ લખ્યો છે તે દેખાય છે access_time 10:46 am IST