Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

TDSનો નવો નિયમ પ૦ કરોડથી વધુ ટર્નઓવરમાં મંડળીની મુશ્કેલી વધારશે

૪૦ હજારથી વધુ વ્યાજના કિસ્સામાં ૧૦% TDSનો નિયમ

નવી દિલ્હી તા. ર૩ :.. કેન્દ્ર સરકારે ટીડીએસમાંથી આવક વધુમાં વધુ મળે તે માટે સહકારી મંડળીઓને પણ ટીડીએસના દાયરામાં લાવી દીધા છે. તેથી સહકારી મંડળીઓ પાસે રહેલી થાપણમાંથી દર મહિને ૪૦ હજારથી  વધુ વ્યાજ મેળવતા હોય તો તેઓ પાસેથી ૧૦ ટકા ટીડીએસ કાપીને સાત તારીખ સુધીમાં ઇન્કમટેકસમાં જમા કરાવવાનો રહેશે. આ નિયમન કારણે સહકારી મંડળીઓની મુશ્કેલી વધવાની શકયતા રહેલી છે. જો કે પ૦ કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવનાર મંડળીઓને ટીડીઅસમાંથી રાહત મળશે.ટીડીએસનો વ્યાપ વધારવા માટે એક એપ્રિલથી નવી જોગવાઇ કરવામાં આવી છે. આ માટે સહકારી મંડળીઓ દ્વારા મુકવામાં આવેલી થાપણમાંથી ૪૦ હજાર અથવા તેનાથી વધુ વ્યાજ મળતું હોય તો તેના માટે ટીડીએસ ભરવો પડશે. જો કે એક સહકારી મંડળી બીજી સહકારી મંડળીમાં થાપણ મુકે  તો તેના પર ટીડીએસની કપાત કરવામાં આવશે  નહીં. આ ઉપરાંત જે મંડળીનું ટર્નઓવર પ૦  કરોડ અને તેના કરતા ઓછું હશે તો તેની પાસેથી પણ ટીડીએસની કપાત  કરવામાં નહીં આવે તે પ્રમાણેની જોગવાઇ નવા ટીડીએસના નિયમ હેઠળ રાખવામાં આવી છે. જો કે સહકારી મંડળીઓ નહી નફા નહી નુકસાનના ધોરણે જ કામગીરી કરતી હોય છે. પરંતુ ઇન્કમટેકસના દાયરામાં સહકારી મંડળીઓને લાવી દેવામાં આવતા આગામી દિવસોમાં તેઓની મુશ્કેલી વધવાની શકયતા રહેલી છે.

TDS ઘટાડવા આઇટીમાં અરજી કરવી પડશે

જે સહકારી મંડળીઓ નફો કરવાને બદલે નુકસાન કરી રહી હોય તેવી મંડળીઓએ ઇન્કમટેકસ કચેરી ખાતે જઇને આવક અને ખર્ચની વિગતો રજૂ કરવી પડશે. તેમજ ફોર્મ નંબર ૧પ જી પણ આપી શકે છે. તેમજ સહકારી મંડળીની રજૂઆતને ધ્યાને રાખીને ટીડીએસની કપાતમાં પણ ઘટાડો કરી શકે તેમ છે. જો કે તેનો નિર્ણય કરવાની સત્તા ઇન્કમટેકસ વિભાગને આપી છે. પરંતુ આ જોગવાઇ જ રદ કરવામાં આવે તો સહકારી મંડળીઓને રાહત થાય તેમ છે.

-વિરેશ રૂદલાલ (સીએ)

(11:50 am IST)