Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

પૂર્વ ધારાસભ્ય સ્વ. કાંબલિયાના પુત્રનું અમેરિકામાં કોરોનાથી મૃત્યુ

જુનાગઢ કોર્પોરેશનના પૂર્વ ડે. મેયર નીરૂબેન કાંબલિયાના પુત્ર આનંદ કાંબલિયાએ લોસ એન્જલિસની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધાઃ ઘેરા શોકની લાગણી

જુનાગઢ : પ્રથમ તસ્વીરમાં મૃતક આનંદભાઇ કાંબલિયાનો ફાઇલ ફોટો, બીજી તસ્વીરમાં માતા નીરૂબેન કાંબલિયા તથા પરિવાર સાથે આનંદભાઇ નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ) 

જુનાગઢ, તા. ર૩ : જુનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઇ કાંબલિયા અને જુનાગઢ ભાજપ અગ્રણી અને પૂર્વ ડેપ્યુટી મેયર નીરૂબેન કાંબલિયાના સુપુત્ર આનંદભાઇ કાંબલિયાનું અમેરિકામાં કોરોનાથી અવસાન થતાં ઘેરો શોક છવાયો છે.

માજી ધારાસભ્ય સ્વ. ભરતભાઇ કાંબલિયા અને ભાજપ અગ્રણી અને જૂનાગઢ મનપાના માજી ડે. મેયર નિરૂબેન કાંબલિયાના સુપુત્ર આનંદભાઇ કાંબલિયાનું અમેરિકાના ફલોરિડા રાજયના લોસ એન્જલિસ શહેર ખાતે શુક્રવારે કોરોનાની બીમારીના કારણે સારવારમાં ખસેડાયા હતાં. જયાં તેમનું મૃત્યુ થયું છે.

સ્વ. આનંદભાઇ કાંબલિયા લોસ એન્જલિસ શહેરમાં પત્ની દક્ષાબેન અને બાળકો સાથે રહેતા હતાં અને એક ઓસ્ટ્રેલિયન કાર કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ એક સપ્તાહ પહેલા વિશ્વવ્યાપી મહામારી કોરોના વાઇરસના સંક્રમણના શિકાર બન્યા હતાં અને તેને લોસ એન્જલિસની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ ગઇકાલે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.

(11:42 am IST)
  • આજે પ્રચંડ હિટવેવની હવામાનની ચેતવણીઃ ભારતીય હવામાન તંત્ર રાજસ્થાન, એમપી, તેલગણા, આંધ્ર અને ઉ.પ્ર. પ્રચંડ હિટવેવની ચેતવણી આપી છે. આંધ્રમાં ૪૪થી ૪૮ ડિગ્રી સુધી તાપમાન જવા ભીતી દર્શાવી છે. access_time 10:26 am IST

  • અમદાવાદ કન્ટ્રોલરૂમના ૮ પોલીસ કર્મચારીને એકસાથે કોરોના વળગ્યો : પોલીસ માટે ચોંકાવનારા અહેવાલો : શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં ચિંતાની લાગણી પ્રસરી : એક જ શિફટમાં આ આઠે આઠ પોલીસો કામ કરતા હતા access_time 12:39 pm IST

  • રાજકોટમાં આજે લેવાયેલ 53 રિપોર્ટ માંથી 49 નેગેટિવ અને 4 પોઝિટિવ આવ્યા છે બે જિલ્લા ના અને બે રાજકોટ શહેરના છે access_time 7:52 pm IST