Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

'આત્મનિર્ભર' લોન એ બેંકોના ખભે બંદૂક મુકી કરાયેલો ગોળીબાર છેઃ સહકારી બેંકોને જાજો રસ નથી

પ૦૦૦ કરોડની લોનની યોજના સામે સરકાર ૩૦૦ કરોડ જ ભોગવશેઃ દરેક બેંકોને પોતાની સધ્ધરતાની ચિંતાઃ આ સ્કીમનું ધિરાણ પરત ન આવે તો ? ઉઠે છે સવાલ

મુંબઇ તા. ર૩ :.. તમામ નાના વેપારીઓ અને શ્રમિકોને અક લાખની મર્યાદામાં લોન આપવાની જાહેરાત રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે. પ૦૦૦ કરોડની કહેવાતી આ આર્થિક રાહત વાસ્તવમાં બેન્કોના ખભે બંદૂક મૂકી કરાયલો ગોળીબાર છે. આ જાહેરાતમાં સરકાર માત્ર છ ટકા વ્યાજનું ભારણ અને એ પણ ફકત છ મહિનાનો મોરીટાઇમ પીરીયડ જ પોતાના માથે લેવાની છે. આ ગણતરી અનુસાર રાજય સરકાર પર ૩૦૦ કરોડનું જ ભારણ આવવાનું છે. જયારે બાકીના રૂપિયાનું લોન જોખમ બેંકો પર આવવાનું છે. કોઇ પણ જાતની સિકયુરીટી વિના લોન આપવાની જાહેરાતને કારણે બેંકના હોદેદારોમાં જ કચવાટ જોવા મળી રહ્યો છે.

કોઇ પણ જાતની સિકયુરીટી વિના શ્રમિક અને નાના વેપારીઓન એક લાખની મર્યાદામાં લોન આપવાની જાહેરાત રાજય સરકારે કરીને બેંકોને ફિકસમાં મૂકી દીધી હોવાની ચર્ચા બેકિંગ સાથે સંકળાયેલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે મોટાભાગનો લોકો લોન લીધા બાદ સિકયુરીટી પેટે કંઇ પણ લેવામાં નહીં આવતા આ લોન ભરપાઇ થશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. આ ઉપરાંત લોન નહીં ભરવાને કારણ બેંકોનું એનપીએ વધવાની પણ શકયતા રહેલી છે. આ ઉપરાંત બેંક દ્વારા કોઇપણ થાપણ સ્વીકારે તો તેના માટે આઠ ટકા જેટલું વ્યાજ થાપણદારને ચુકવવું પડતું હોય છે. જયારે આત્મનિર્ભર યોજના હેઠળ ગ્રાહકને લોન આઠ ટકાના દરે જ આપવાની રહેશે. પરંતુ તે પેટે રાજય સરકાર બેંકને ૬ ટકા વ્યાજ ચુકવી દેશે. તેના કારણે લોન લેનાર પાસેથી બે ટકા જ વ્યાજની વસુલાત થવાની છે. આ કારણોસર પ હજાર કરોડની લોન સામે રાજય સરકાર પર ૬ ટકા લેખે ૩૦૦ કરોડનું જ ભારણ આવવાનું છે. જયારે બાકીના ૪૭૦૦ કરોડની જવાબદારી બેંકના માથે આવીને ઊભી છે. આ રકમમાંથી કેટલી રકમ પરત આવશે તેનું પણ ભાવિ અનિશ્ચિત છે. તેના કારણે બેંક આ લોન આપવામાં ઝાઝો રસ દાખવી રહી નથી. જયારે લોન આપ્યા બાદ તે ભરપાઇ કરવામાં નહીં આવે તો બેંકનો એનપીએ વધતા રિઝર્વ બેંકની ફટકાર સહન પણ કરવાની સ્થિતી આવી શકે તેમ છે. તેના કારણે બેંકના હોદેદારોમાં તો હાલ આત્મનિર્ભર લોન સામે ભારે કચવાટ અંદર ખાને શરૂ થઇ ગયો છે.

(10:29 am IST)
  • અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 3:49 pm IST

  • ઓસમાણ મીરનો જન્મદિવસઃ શુભેચ્છાવર્ષાઃ સુપ્રસિધ્ધ ગુજરાતી લોકગીત ગાયક- સ્વર સમ્રાટ ઓસમાણ મીરનો જન્મદિવસ ગઇકાલે હતો અનેક મિત્રો, શુભેચ્છકોએ અભિનંદન વર્ષા કરી હતીઃ આંધ્રપ્રદેશના રાજયસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીએ તેમના ટવીટર હેન્ડલ ઉપર ઓસમાણભાઇને શુભેચ્છા પાઠવી હતી access_time 10:26 am IST

  • 'અંફાન' વાવાઝોડાએ સર્જેલ ખાનાખરાબીનું નિરીક્ષણ અને કયાસ કાઢવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ઓડીશા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નીતિશકુમારે તેમને આવકારેલ અને નિરીક્ષણ માટે સાથે રવાના થયેલ. access_time 11:12 am IST