Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

લવ ઇન લોકડાઉન

રોજ ભોજન આપવા જતો તે ભિક્ષુક યુવતી સાથે થયો પ્રેમઃ બંનેએ કરી લીધા લગ્ન

સામાજિક વિચારસરણીમાં પરિવર્તન લાવવા માટેનો અનોખો પ્રયાસ છે

નવી દિલ્હી, તા.૨૩: લોકડાઉન દરમિયાન અનેક એવી વાતો સામે આવી છે, જેને સાંભળીને તમે પરેશાન રહી જશો. ઉત્ત્।રપ્રદેશનાં કાનપુરમાં એક અનોખા લગ્ન જોા મળ્યા છે. જયાં ફુટપાથ પર ભોજન વહેંચવા દરમિયાન એક યુવકને ભીખ માંગીને ખાવાની યુવતી સાથે પ્રેમ થઇ ગયો. બંન્નેએ લગ્ન પણ કરી લીધા. આ લગ્નમાં અને લોકો હાજર રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપુર્ણ પાલન કરવાની સાથે આ લગ્ન પાર પાડવામાં આવ્યા હતા.

સમય કોનો કયારે અને કેવી રીતે બદલી જાય કોઇને ખબર નથી રહેતી. ગરીબીના કારણે ફુટપાથ પર ભીખારીઓ સાથે બેસનાર નિલમને જે યુવક રોજ ભોજન આપતો હતો. તે યુવકે નીલમ સાથે લગ્ન કર્યા. આ બંન્ને સાત જન્મો સુધી એક બીજાના થઇ ગયા. સામાજિક વિચારસરણીમાં પરિવર્તન લાવવા માટેનો અનોખો પ્રયાસ છે. આ લગ્નવિશે જેણે પણ સાંભળ્યું તે પહેલા તો આશ્ચર્યચકિત થયો અને પછી લગ્નનાં ખુબ જ વખાણ કરવા લાગ્યો.

નીલમનાં પિતા નથી માં પૈરાલિસિસથી પીડિત છે. ભાઇ અને ભાભીએ મારપીટ કરીને ઘરેથી બહાર કાઢી મુકી હતી. નીલમ પાસે જીવન વ્યતીત કરવા માટે કાંઇ જ નહોતું. તે લોકડાઉનમાં ભોજન માટે ફુટપાથ પર લોકોની સાથે લાઇનમાં બેસી જતી હતી. અનિલ પોતાનાં માલિક સાથે રોજ બધાને ભોજન આપવા માટે આવતો હતો. આ દરમિયાન અનિલને જયારે નીલમની મજબુરી અંગે જાણવા મળ્યું તો બંન્ને વચ્ચે પ્રેમના અંકુર ફુટ્યાં. ત્યાર બાદ બંન્નેએ લગ્નના બંધનમાં બંધાવાનું નક્કી કર્યું.

અનિલ એક પ્રોપર્ટી ડીલરના ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. પોતાનું ઘર માતા-પિતા, ભાઇ બહેન સાથે રહે છે. નિલમે કહ્યું કે, મને તો આશા પણ નહોતી કે મારી સાથે કોઇ લગ્ન પણ કરી શકે. જો કે આ લગ્નમાં અનિલનાં માલિક લાલતા પ્રસાદનું સૌથી મોટુ યોગદાન રહ્યું. અનિલ જયારે દિવસમાં ભોજન વહેંચીને આવતો તો નિલમ અંગેવાતો કરતો. લલતા પ્રસાદ સમગ્ર વાત સમજી ગયા અને તેણે અનિલનાં પિતાને લગ્ન માટે તૈયાર કર્યા. બંન્નેના લગ્ન કરાવી દીધા.

(9:44 am IST)