Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોવિડ-૧૯ વેકસીનની ટ્રાયલ બીજા ફેઝમાં: બાળકો અને વૃદ્ઘોમાં થશે તપાસ

ભારતે પણ આ વેકસીનના ટ્રાયલને ૮૦ ટકા સફળ થવાની આશા વ્યકત કરી છે

લંડન, તા.૨૩: કોરોના વાયરસના વધતા દર્દીઓ વચ્ચે એક સારા સમાચાર છે. કોરોના વાયરસની સારવાર માટે બ્રિટેનમાં જે વેકસીનની ટ્રાયલ થઈ રહી છે, તે હવે બીજા ફેઝમાં પહોંચી ગઈ છે. આ પ્રયોગ સફળ થવા પર તેને ૧૦ હજારથી વધુ લોકો પર લગાવવાની તૈયારી કરવામાં આવી રહીછે. ભારતે પણ આ વેકસીનના ટ્રાયલને ૮૦ ટકા સફળ થવાની આશા વ્યકત કરી છે.

મહત્વનું છે કે પાછલા મહિને ઓકસફોર્ડ યુનિવર્સિટી સંશોધકે વેકસીનનો પ્રભાવ અને સુરક્ષાની તપાસ કરવા માટે એક હજારથી વધુ વોલટિઅર્સ પર તેની ટ્રાયલ કરી હતી. વૈજ્ઞાનિકોએ શુક્રવારે જાહેરાત કરી કે હવે તેમનો પ્લાન બ્રિટેનમાં બાળકો અને વૃદ્ઘો સહિત ૧૦,૨૬૦ લોકો પર વેકસીનની ટ્રાયલ કરવાનો છે.

ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં વેકસીન વિકસિત કરવાના કામમાં લાગેલી ટીમને લીડ કરી રહેલા એંડ્રયૂ પોલાર્ડે કહ્યુ, કિલનિકલ સ્ટડી ખુબ સારી રીતે આગળ વધી રહી છે. અમે તે વસ્તુની તપાસ કરી રહ્યાં છીએ કે વૃદ્ઘોમાં આ વેકસીન કેટલી અસરકારક થાય છે. જેથી તેની જાણકારી મેળવી શકાય કે શું આ રસી તમામ લોકોને સુરક્ષા ઉપલબ્ધ કરાવી શકે છે.

વેકસીન કયારે બનીને તૈયાર થશે, તેના પર પોલાર્ડે એક ન્યૂઝ વેબસાઇટને કહ્યુ કે, વેકસીનને લઈને હજુ કોઈ ભવિષ્યવાણી કરી શકાય નહીં. સંપૂર્ણ રીતે સક્ષણ વેકસીન બનીને તૈયાર થઈ જશે, તેના પર પણ તેમણે કોઈ જાણકારી આપી નથી. તેમણે કહ્યુ કે, તે જણાવવુ ખુબ મુશ્કેલ છે કે ત્યાં સુધી વેકસીન સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને ગેટંરીની સાથે કહી શકાશે કે વેકસીનથી મહામારીને રોકવાનું સંભવ છે.

તો વિશ્વના સૌથી મોટા વેકસીન ઉત્પાદક સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈ્ડિયાના ચીફ એકિઝકયુટિવ અદાર પૂનાવાલાએ કોવિડ-૧૯દ્ગક વેકસીન તૈયાર થવામાં ૨ વર્ષનો સમય લાગવાની સંભાવના વ્યકત કરી છે. તેમણે કહ્યુ કે, સંભવ છે કે આ વર્ષના અંત સુધી વેકસીન મળી જાય. તેમણે કહ્યુ કે, આ બધુ યૂકેની વેકસીન ટ્રાયલ પર નિર્ભર કરે છે જે બીજા તબક્કામાં પહોંચી ચુકી છે.

પુણે સ્થિત એસઆીઆઈ આ સમયે યૂકેની ઓકસફોર્ડ, અમેરિકાની કોડેજેનિકસ અને ઓસ્ટ્રેલિયાની બાયોટેક ફર્મ થેમિસ દ્વારા વિકસિત કરવામાં આવેલી વેકસીન કૈંડિડેટ્સ પર કામ કરી રહી છે. પૂનાવાલાએ ઓકસફોર્ડ યુનિવર્સિટીની વેકસીનથી સૌથી વધુ આશા દેખાડી છે કારણ કે તે ટ્રાલયમાં સૌથી આગળ જણાવવામાં આવી રહી છે.

(9:42 am IST)