Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઈ કાંબલીયાના પુત્ર આનંદ આંબલીયાનું અમેરિકામાં કોરોનાથી નિધન

 

જુનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઈ કાંબલીયા અને જુનાગઢના કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર નિરૂબેન કાંબલીયાના સુપુત્ર આનંદ આંબલીયાનું અમેરિકા ખાતે કોરોના બીમારીને લીધે દુઃખદ અવસાન થયેલ છે.

  કોરોનાએ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે અમેરિકાના હાહાકાર મચાવ્યો છે ત્યારે જુનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઈ કાંબલીયા અને જુનાગઢના કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર નિરૂબેન કાંબલીયાના સુપુત્ર આનંદ આંબલીયાનું કોરોનાથી અમેરિકામાં નિધન થતા શોકની લાગણી ફેલાઈ છે પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે પ્રાર્થના.

(12:51 am IST)
  • દાદરા નગર હવેલીના સેલવાસમાં કોરોના પોઝિટિવ કેસ :મુંબઈથી સેલવાસ આવેલ એક પરિવારની ત્રણ મહિનાની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ :સેલવાસ આરોગ્ય વિભાગે માતા અને બાળકી બંનેને અલગ અલગ આઇસોલેટ કર્યા :સંક્રમણ ફેલાતું અટકવવા તંત્રની કામગીરી access_time 9:46 pm IST

  • મહારાષ્ટ્રમાં આજે એક જ દિવસમાં સૌથી વધુ 2940 કોવિડ -19 કેસ નોંધાયા છે, રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 44,582 પર પહોંચી છે, જેમાં મુંબઈના ધારાવી વિસ્તારમાં આજે 53 નવા COVID19 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધારાવીમાં કુલ પોઝિટિવ કેસ વધીને 1478 અને ધારાવી માજ 57 લોકોના મોત થયા છે: રાજ્ય આરોગ્ય વિભાગ access_time 8:04 pm IST

  • અમરેલી લોકડાઉનમાં ખેડૂતોએ અપનાવ્યો નવતર પ્રયોગ: કોરોનાથી અને કાળજાળ ગરમીથી બચવા અભરામ પરાના ખેડૂતે બનાવ્યો 15 ફૂટ ઊંચો માચડો :કોરોના અને કાળ જાળ ગરમીથી બચવાનો કમલ નસિતનો નવતર પ્રયોગ access_time 10:24 pm IST