Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોરોના મુક્ત સિક્કિમમાં 15 જૂનથી શાળા કોલેજ ખુલશે : રાજ્ય સરકારે ગાઈડ લાઈન જાહેર કરી

હાલમાં માત્ર નવથી બાર ધોરણ સુધીના વર્ગો અને કોલેજો શરુ થશે

નવી દિલ્હી : સિક્કિમ સરકારે શરુઆતથી યોગ્ય પગલા અને અપનાવેલી રણનીતિને કારણે ચીન સરહદે આવેલું હોવા છતા કોરોનાને પ્રવેશવા દીધો નથી. જેથી આખા દેશમાં લોકડાઉનના કારણે શાળા કોલેજ બંધ છે, ત્યારે સિક્કિમમાં 15 જૂનથી શાળા અને કોલેજ ખુલવા જઇ રહ્યા છે. સિક્કિમ સરકારે 15 જૂનથી શાળા અને કોલેજ ફરીથી શરુ કરવાની જાહેરાત કરી છે. સિક્કિમના શિક્ષા મંત્રી કુંગા નીમા લેપચાએ જણાવ્યું કે નિર્ણય ઉચ્ચ શિક્ષણ અને બોર્ડની પરીક્ષાના મહત્વને ધ્યાને લઇને લેવામાં આવ્યો છે.

સરકારે માટેના દિશા નિર્દેશ જાહેર કર્યા છે. સરકારે હાલ માત્ર નવથી બાર ધોરણ સુધીના વર્ગો અને કોલેજો શરુ કરવાનો નિર્ણય કર્યો છે. બાકી નર્સરીથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા ખુલશે નહીં. તેમને ઘરેથી ઓનલાઅન ક્લાસ દ્વારા ભણાવવામાં આવશે. સરકારે ગાઇડલાઇન બહાર પાડતા જણાવ્યું કે શાળાઓ તો ખુલશે પરંતુ ત્યાં દૈનિક પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવશે નહીં. વાર્ષિક પરીક્ષાઓ ફેબ્રુઆરી 2021 સુધી સ્થગિત કરવામાં આવી છે.

ઉપરાંત હવેથી દર શનિવારે પણ શાળા શરુ રહેશે. દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય ગાઇડલાઇનું પાલન કરવું પડશે. સિક્કિમ સરકારે જણાવ્યું કે શિક્ષણ ઘણુ મહત્વનું છે, પત્ની સાથએ કોઇ પણ સંજોગોમાં લાંબી છેડછાડ ના કરી શકાય. દિવસમાં બે પાળીઓમાં શાળા અને કોલેજ શરુ થશે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય.

(12:21 am IST)