Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

વિશ્વભરના નેતાઓએ વડાપ્રધાન મોદીને આપ્યા અભિનંદન :ભવ્ય જીતની શુભેચ્છા આપી

 

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના પરિણામમાં ફરી એક વખત દેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે.અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશની જનતાએ ફરીવાર વિશ્વાસ મુક્યો છે વડાપ્રધાન મોદીને દેશના અનેક રાજકીય પક્ષોને નેતાઓએ શુભેચ્છા આપી છે

  વડાપ્રધાન મોદીને દેશ ઉપરાંત વિદેશમાંથી પણ શુભેચ્છા મળી છે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ, માલદીવના રાષ્ટ્રપતિ, શ્રીલંકાના પ્રધાનમંત્રી, મોરેશિયસના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર ભાઈ મોદીને ફોન કરીને જીતની શુભેચ્છા આપી હતી. પહેલા તમામે વડાપ્રધાન મોદીને લેખિત સંદેશો મોકલીને શુભેચ્છા આપી હતી

(10:20 pm IST)