Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

તમામ કટુતાઓ સમાપ્ત થાય અને વિનમ્રતાથી જન ભાવનાઓનું સ્વાગત કરાય:સંઘની ભાજપને સલાહ

લોકતંત્રની આ વિજય યાત્રામાં જેમનું પણ યોગદાન છે તેમને બધાને અભિનંદન

 

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય જીત પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અભિનંદન આપવાની સાથે એવી સલાહ પણ આપી છે કે વિનમ્રતા સાથે જનભાવનાઓનું સ્વાગત કરાય.

સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ પ્રેસ વક્તવ્યમાં જણાવ્યું છે કે ફરીથી એક સ્થિર સરકાર દેશને મળી છે. કરોડો ભારતીયોનું ભાગ્ચ છે. રાષ્ટ્રીય શક્તિઓનો વિજય છે.. લોકતંત્રનો આદર્શ ફરીથી વિશ્વની સામે પ્રસ્તુત છે. અમે વિશ્વાસ કરીએ છીએ કે નવી સરકાર જનસામાન્યની ભાવનાઓ સાથે ઇચ્છા, આકાંક્ષાઓ પણ પૂર્ણ કરવામાં સફળ સિદ્ધ થશે. પૂર્ણ થયેલી નિર્વાચન પ્રક્રિયાની સાથે તમામ કટુતાઓ સમાપ્ત થાય અને વિનમ્રતાથી જનભાવનાઓનું સ્વાગત કરાય.

   અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીત પછી જે ટ્વિટ કર્યું છે તે સંઘની સલાહ મુજબનું છે. તેમણે પોતાના ટ્વિટમાં વિરોધીઓ પણ નિશાન તાકવાને બદલે લખ્યું છે કે સબકા સાથ-સબકા-સબકા વિશ્વાસ-વિજયી ભારત. એમણે એમ પણ લખ્યું છે કે આપણે બધા મળીને એક સશકત અને સર્વસમાવેશક ભારતનું નિર્માણ કરીશું. ભારત ફરીથી જીત્યું.

(10:19 pm IST)