Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

નરેન્દ્ર મોદીની સુનામી વચ્ચે ભાજપે એકલા ૩૦૦ સીટ મેળવીને ઇતિહાસ રચ્યો

ચોકીદારની ધડાકા સાથે જોરદાર વાપસી : ભાજપનો રેકોર્ડ વિજય

દેશભરના તેના મજબૂત ગઢ ગણાતા રાજ્યોમાં ભાજપનું પ્રભુત્વ અકબંધ : બંગાળ, ઓરિસ્સામાં પણ શાનદાર દેખાવ સાથે સીટોની સંખ્યા વધારવામાં સફળતા મળી : રાહુલ ગાંધી, માયાવતી, એખિલેશ યાદવ, મમતાના સપના ચકનાચૂર થયા

નવી દિલ્હી, તા.૨૩ : લોકસભાની ચૂંટણી માટે આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મોદીની સુનામી વચ્ચે રાજકીય પક્ષોનો સંપૂર્ણ સફાયો થયો હતો. હિન્દી પટ્ટાના રાજ્યો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ શાનદાર દેખાવ સાથે ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં રેકોર્ડ જીત સાથે ફરીવાર વાપસી કરી છે. મોદી લહેર આ વખતે સુનામીમાં ફેરવાઈને વિરોધીઓના સપનાને ચકનાચૂર કરી દીધા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તાકાત ઉપર ૩૦૦થી વધુ સીટો જીતી લીધી છે જ્યારે એનડીએની બેઠકોની સંખ્યા ૩૫૦ સુધી પહોંચી છે. એક્ઝિટ પોલના તારણ કરતા પણ વધુ શાનદાર ભારતીય જનતા પાર્ટી કરી શકી છે. ઉત્તરપ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવના મહાગઠબંધનની યોજના પણ ફ્લોપ સાબિત થઇ છે. બીજી બીજુ બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધનને પણ કોઇ સફળતા હાથ લાગી નથી. લાલૂની ગેરહાજરીમાં આરજેડીનો સંપૂર્ણ સફાયો થયો છે. લોકસભાની કુલ ૫૪૨ સીટો પૈકી ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા સમાચાર મુજબ ૩૫૦ સીટ જીતવા તરફ કૂચ કરી લીધી હતી જ્યારે યુપીએ ગઠબંધનને ૧૦૦ સીટ પણ મળી રહી નથી. મોદી અને અમિત શાહ ભારતીય જનતા પાર્ટી માટે સુવર્ણ યુગ લાવવામાં સફળ સાબિત થયા છે. સમાજવાદી પાર્ટી અને બસપાના વોટના ટ્રાન્સફર નહીં થવાના કારણે પણ મહાગઠબંધનને જીત મળી નથી. આ વખતે કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણપણે સાફ થઇ છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી શકી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા છે. અમેઠી બેઠક ઉપર તેમની સ્મૃતિ ઇરાની સામે હાર થઇ છે. અગાઉ આજે સવારે ઉત્તેજના અને ઉત્સુકતાના માહોલમાં લોકસભાની ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતગણતરી શરૂ થયા બાદ તરત જ પ્રવાહ મળવાની શરૂઆત થઇ ગઇ હતી. મતગણતરી શરૂ થયા બાદ કલાકોના ગાળામાં જ એનડીએ દ્વારા જોરદાર લીડ મેળવી લીધી હતી. મોદી મેજિકની સ્થિતી ફરી એકવાર જોવા મળી હતી.  એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદથી જ હિન્દી પટ્ટાના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જોરદાર સ્થિતીમાં દેખાઇ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન  થયુ હતુ.છટ્ઠી મેના દિવસે  પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ. જ્યારે છઠ્ઠા તબક્કામાં ૧૨મીના   દિવસે મતદાન થયુ હતુ.   સાતમા તબક્કામાં ૧૯મીમેના દિવસે મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ . છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન પૂર્ણ થયું હતુ. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા હતા. આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં ૨૧મી સદીમાંજન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી.

લોકસભા ચૂંટણી.....

નવીદિલ્હી, તા. ૨૩ : લોકસભાની ચૂંટણી માટે આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મોદીની સુનામી વચ્ચે રાજકીય પક્ષોનો સંપૂર્ણ સફાયો થયો હતો. હિન્દી પટ્ટાના રાજ્યો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ શાનદાર દેખાવ સાથે ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં રેકોર્ડ જીત સાથે ફરીવાર વાપસી કરી છે. મોદી લહેર આ વખતે સુનામીમાં ફેરવાઈને વિરોધીઓના સપનાને ચકનાચૂર કરી દીધા છે.

કુલ સીટ....................................................... ૫૪૨

પ્રવાહ ઉપલબ્ધ............................................ ૫૪૨

એનડીએને લીડ............................................ ૩૫૦

યુપીએ............................................................ ૮૫

અન્ય............................................................ ૧૦૨

નોંધ : ઉપરોક્ત આંકડામાં નજીવા ફેરફાર થઇ શકે છે. લીડના આંકડા મોટાભાગે સીટમાં જ ફેરવાશે

(7:48 pm IST)