Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

યુપીમાં કોંગ્રેસના પાસા પડયા અવળા

પ્રિયંકાનો માસ્ટર સ્ટ્રોક ન ચાલ્યો

લખનૌ તા. ૨૩ : ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને ટ્રમ્પ કાર્ડ તરીકે રજૂ કર્યા હતા. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં સાવ હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસને સજીવન કરવાની ખૂબજ મહત્વની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી હતી. પરંતુ ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધી કોઈ જ બદલાવ લાવી શકયા ન હતા.

રાયબરેલી, અમેઠી, સુલતાનપુર, ફૂલપુર, અલાહાબાદ, વારાણસી, ચંદોલી અને ગોરખપુર જેવી મહત્વની બેઠકો ધરાવતા આ વિસ્તારમાં ૨૦૧૪માં બે બેઠકો સિવાય કોંગ્રેસ બધે જ સાફ થઈ ગઈ હતી અને ભાજપની આ મોટી સફળતા હતી. ત્યારે ૨૦૧૯માં પણ ભાજપનો જાદુ છવાયેલો જ રહ્યો હતો.

અહીં અમેઠી અને રાયબરેલી સિવાય અન્ય કોઈ સીટ ઉપર કોંગ્રેસ જીત મેળવી શકી ન હતી. કોંગ્રેસને રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાનોઙ્ગ અને પ્રિયંકા ગાંધી વાડ્રાને સક્રિય રાજકારણમાં ઉતારવાનો, રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વાંચલના પ્રભારી બનાવવાનો કોઈ જ લાભ કોંગ્રેસને મળ્યો નથી.

(5:03 pm IST)