Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

શેર બજારનાં સમાચાર સંક્ષીપ્તમાં

- ટાટા સન્સે વિદેશી માકેટીંગ માંથી બે અબજ ડોલર વાર્ષિક રૂ. ૧.ર ટકા દરના વ્યાજે એકત્રી કરવાનું નિર્ણય કરે છે જે રકમ ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સ જેવા રોકાણ કરશે.

- પીએસયુ બેંકમાં આરબીઆઇ દ્વારા મોટા સુધારા કરવાથી તેમજ સંભાવીત મર્જસ અને ઇકવીજીએસન બીઓબી, પીએનબી અને બીઓઆઇ માં અમુક બેંક ભેળવાથી મોટી બેંકોનો પ્રભુત્વ રહેશે.

- બીઓબી માં અન્ય બેંકો ભેળવ્યા બાદ ત્રિમાસીક કવાટરમાં ૯૯૧ કરોડની ખોટ દર્શાવેલ છે જે અગાઉના ત્રિ માસીક  ગાળામાં ૩૧૦ર કરોડ હતી. એનપીએ ૬.૬૧ થઇ જે ૧ર.ર૬ ટકા હતી.

- મોદીના છેલ્લા પાંચ વર્ષ શાસન દરમિયાન નિફટીએ ૬પ ટકાનું વળતર આપેલ છે. હવે જો મોદી સરકાર ફરી આવશે તો ફરી શેર બજારનું ભવિષ્ય સારૂ થશે. આવી જ રીતે મોદી રાજમાં આરઆઇએલ.ના માર્કટ કેટમાં ૪.૮૪ લાખ કરોડનો વધારો જોવા મળેલ છે.

- એર ઇન્ડિયા થતા સ્પાઇસ જેટ જુન માસથી અનેક લોકલ ફલાઇટોમાં અનેક લોકલ ફલાઇટોમાં વધારો કરશે.

- સિપલાનો છેલ્લા ત્રિમાસીક નફો બે ગણો ઉછળી ને ૩પ૮ કરોડ નોંધાવ્યો શેર દીઠ ૩ ડીવીડન્ડની ભલામણ થઇ છે.

- ભારત ફાઇનાન્સ ઇન્કલુઝમાં નફો પ૦ ટકા ઉછળીને ર૩૧ કરોડ થયો છે. તેનો બીએસસી માં બંધ ભાવઉજળી ૯પ૪ થઇ ગયો.

- બજાજ ઇલેકટ્રીકસનો નફો ર ગણો ઉછળીને ર૮.પ૪ કરોડ નોંધાયો જે અગાઉ ૭.૩૧ કરોડ હતો.

- કોમ્પટન ગ્રીવ્ઝ કન્ઝયુમર ઇલેકીટસ નફો ૧૪૦.પ૪ કરોડ છેલ્લા ત્રિમાસમાં થયો. શેર દીઠ ર રૂપીયાની ડીવીડન્ડની ભલામણ  કરી બંધ ભાવ ર૧૯ રહ્યો.

- ડીએલએફ. નો નફો ૭૬ ટકા ઉછળીને ૪૩૪ કરોડ નોંધાયો જે અગાઉના વર્ષમાં ર૪૭ કરોડ હતો.

- ફાર્મા ક્ષેત્રે લુપીન કરતા ડો. રેડ્રીઝનો શેર આકર્ષક રહેશે. તેવું શેરબજારના એનાલીસ્ટ જણાવે છે.

(4:42 pm IST)