Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

હેમા માલિની આગળ-રાજ બબ્બર પાછળઃ અખિલેષ યાદવ પણ આગળ ચાલી રહ્યા છે

નવી દિલ્હી, તા. ૨૩ :. ઉત્તર પ્રદેશમાં ભાજપનો જયજયકાર થયો છે. મળતા અહેવાલો મુજબ મેરઠ લોકસભા બેઠક ઉપરથી ફિલ્મ અભિનેત્રી હેમા માલિની એક લાખથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ બબ્બર ૮૯ હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે. મિરઝાપુર બેઠક ઉપરથી એનડીએના અનુપ્રિયા પટેલ સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર કરતા ૨૮૦૦૦ મતોથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે આઝમગઢ બેઠક ઉપરથી અખિલેષ યાદવ ૫૮ હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.

(4:40 pm IST)