Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

કોંગ્રેસ દાવ ફેઇલ થયો

યુપીમાં એકિઝટ પોલને સાચા સાબિત કરી રહ્યા છે અત્યાર સુધીના ટ્રેન્ડ

નવી દિલ્હી તા. ૨૩ : લોકસભા ચૂંટણી પરિણામના ટ્રેન્ડ આવવાના શરૂ થઇ ગયા છે. જે રાજ્યો પર દરેકની નજરો ટકેલી તેમાં સૌથી ઉપર યુપી આવે છે. એવું એટલા માટે કારણ કે ત્યાં રાજ્યમાં ભાજપ સરકાર બન્યા બાદ લોકસભા ચૂંટણી થઇ છે. એકિઝટ પોલમાં યુપીમાં બીજેપીને વિવિધ સર્વેમાં ભાજપને ૩૮ સીટોથી માંડીને ૫૮ સીટો સુધી આપવામાં આવી હતી. બીજીબાજુ કોંગ્રેસ ગઠબંધનને ૨-૪ સીટો આપવામાં આવી હતી. આ ઉપરાંત બસપા - સપા ગઠબંધનને ૧૩-૨૮ સીટો અને અન્યો પણ કેટલીક સીટો આપવામાં આવી હતી.

બીજી બાજુ જોઇએ તો હવે સામે આવી રહેલા શરૂઆતના ટ્રેન્ડોમાં ભાજપ ૫૫ સીટો પર અને સપા - બસપા ગઠબંધન ૨૩ સીટો પર આગળ ચાલી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ અંદાજે ૨ સીટ પર જ આગળ છે. શરૂઆતી ટ્રેન્ડોમાં અન્ય કયાંય જોવા મળી રહ્યા નથી. જો આ ટ્રેન્ડો પરિણામમાં તબદીલ થશે તો કહી શકાય કે છેલ્લી ચુંટણીની સરખામણીએ સપા - બસપા આ વખતે સાથે આવીને તેમની સ્થિતિને પહેલાથી સારી દર્શાવી છે.

(4:39 pm IST)