Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

પ લાખથી વધુ મતે જીતીને અડવાણીનો વિક્રમ તોડતા અમિતભાઇ શાહઃ સરકારમાં પ્રભાવક સ્થાન

રાજકોટ, તા., ૨૩:  ગાંધીનગર લોકસભા બેઠકની ચુંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે પ લાખ  ૧૮ હજાર જેટલી સરસાઇ મેળવીને અગાઉની  અડવાણીજીની સરસાઇનો વિક્રમ તોડયો છે. નવી મોદી સરકારમાં તેઓ નંબર ટુ તરીકે આવે તેવી સંભાવના છે. તેમને દેશના ભાવી ગૃહ અથવા સંરક્ષણ વિભાગના મંત્રી તરીકે જોવામાં આવી રહયા છે. પાટીદાર ફેકટર સહિતના પડકારોને સર કરીને તેઓ  ગુજરાતના સંભવતઃ સૌથી વધુ સરસાઇ વાળા સાંસદ બન્યા છે.

અમીતભાઇ શાહે ગાંધીનગરથી ઉમેદવારીની જાહેરાત કરી તે સમયથી જ રાજકીય ગરમાવો આવી ગયો હતો. તેમની સામે કોંગ્રેસે ધારાસભ્ય સી.જે.ચાવડાને મેદાને ઉતાર્યા હતા. પુર્વ ધારણા મુજબ અહી અમિતભાઇ શાહ વિક્રમ સર્જક બહુમતીથી ચુંટાયા છે. તેઓ સરસાઇની દ્રષ્ટિએ દેશના ટોપ-૧૦માં આવવાની સંભાવના છે. હાલ તેઓ રાજયસભાના સભ્ય છે. લોકસભામાં ચુંટાતા તેમનું રાજયસભાનું સભ્યપદ ખાલી પડશે. દેશમાં ભાજપની પ્રગતીમાં તેમનો ફાળો મોટો માનવામાં આવે છે. સતત બીજી વખત મોદી સરકાર લાવવામાં તેમની ચાણકય નીતી ઘણુ કામ કરી ગઇ છે. (૪.૧૫)

 

(4:35 pm IST)