Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ચોકીદાર સહી, ઓર કોઇ પસંદ નહિઃ જનાદેશનો જયઘોષ

રાજ તો હમારા હર જગહ પે હૈ, પસંદ કરનેવાલો કે દિલ મેં, ઔર નાપસંદ કરનેવાલો કે દિમાગ મેં! : સતત બીજી વખત બિનકોંગ્રેસી સરકાર રચીને ઇતિહાસ સર્જતા મોદીઃ ૫ વર્ષની કામગીરીને જનતાની સ્વીકૃતિ : નરેન્દ્રભાઈ ૨૮મીએ કાશી જશેઃ બાબા વિશ્વનાથના દર્શન કરશેઃ જનતાનો આભાર માનશે

રાજકોટઃ તા.૨૩, ભારતની ૧૭મી લોકસભાની રચના માટે ૭ તબકકે યોજાઇ ગયેલ ચૂંટણીનું પરીણામ આજે જાહેર થતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં એનડીએ જબ્બર વિજય તરફ છે. ભારતની લોકશાહીમાં સંપૂર્ણ બહુમતીવાળી  બીજી બીન કોંગ્રેસી સરકાર રચાવાનો ઇતિહાસ સર્જાય રહયો છે. જનાદેશનો જયઘોષ થયો છે કે ચોકીદાર સહી, ઓર કોઇ પસંદ નહિ.

કોંગ્રેસે રાફેલ વિમાન ખરીદીનો મુદો દેશવ્યાપી ઉઠાવી  વડાપ્રધાન સામે ચોકીદાર ચોર હૈ, નારો ગાજતો કર્યો હતો. રાહુલ ગાંધી તેની લગભગ દરેક જાહેર સભામાં આ ઉલ્લેખ કરતા હતા.  મોદીએ મે ભી ચોકીદાર સુત્ર આપ્યું હતુ. આજના પરીણામથી સાબીત થાય છે કે લોકોએે ચોકીદાર ચોર હૈ નો મુદો ફગાવી દઇ ચોકીદારનું નેતૃત્વ સ્વીકાર્યું છે.  આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગ્યાની સ્થિતિ મુજબ એકલો ભાજપ ૩૦૦ બેઠક આસપાસ છે. સાથી પક્ષોને મળીને ૩૫૦ બેઠકો મળવા પાત્ર થઇ છે. સાંજ સુધીમાં સતાવાર આંકડો સામે આવી જશે. ફરી મોદી જ વડાપ્રધાન બની રહયાનું સ્પષ્ટ થઇ રહયું છે. એરસ્ટ્રાઇક, ત્રિપલ તલાક વગેરે મુદા ઉપરાંત મોદી સરકારની યોજનાઓ અને કામગીરી ચૂંટણીમાં અસરકર્તા બની છે. સરકારની ૫ વર્ષની કામગીરીને જનસ્વીકૃતિ મળી છે.

(4:21 pm IST)