Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સાંજે ૬ વાગ્યે દેશને સંબોધિત કરશે મોદી

૨૬મીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

નવી દિલ્હી તા. ૨૩ : ટ્રેન્ડોથી સ્પષ્ટ થઇ ચૂકયું છે કે, બીજેપી દેશમાં એકવાર ફરી પૂર્ણ બહુમતની સરકાર બનવ જઇ રહી છે. ૨૦૧૪ના મુકાબલે પીએમ મોદીને આ વખતે પ્રજાનો વધુ પ્રેમ મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ૬ વાગ્યે દેશને સંબોધિત કરશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પક્ષ ૨૬ મે એ સરકાર નિર્માણ કરવાનો દાવો રજૂ કરશે. પીએમ મોદીની સાથે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી હાજર રહેશે. આ દરમિયાન પીએમ મોદી બીજેપીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.

ટ્રેન્ડમાં બીજેપીને પ્રચંડ બહુમત મળવા પર દેશ અને વિદેશથી પીએમ મોદી માટે શુભકામનાઓના સંદેશા આવી રહ્યા છે.

ટ્રેન્ડ અંગે જમ્મુ - કાશ્મીરમાં પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ ભાજપ અને એનડીએને અભિનંદન આપ્યા છે. આ જોરદાર પ્રદર્શનનો શ્રેય મોદી - શાહની જોડીને આપ્યો છે.

(3:16 pm IST)