Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓના મોટા ઠેકાણાંને તોડી પડાયું :મોટીમાત્રામાં હથિયારો દારૂગોળો જપ્ત

ચટીયારી જંગલ વિસ્તારમાં આતંકવાદી ઠેકેણને ધ્વસ્ત કરાયું :મોટા હુમલાની ફિરાકમાં હતા

જમ્મુ અને કાશ્મીર રાજૌરી જિલ્લા પોલીસે ચટીયારી વન વિસ્તારમાં આંતકવાદીઓનાં એક મોટા સ્થળને બુધવારે તોડી પાડ્યું હતુ. જ્યારે પોલીસને મોટા જથ્થામાં ઓટોમેટીક એસોલ્ટ રાઇફલ સહિત ભારી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યા હતા

  એસએસપી અનુસાર પ્રારંભિક તપાસમાં જાણવામાં મળે છે કે આતંકવાદીઓ જપ્ત કરેલા શસ્ત્રો અને દારૂગોળોથી મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવા માટે આટલા મોટા પ્રમાણમાં હથિયારોને જમા કર્યા હશે. પરંતુ પોલીસ તેમના નાપાક ઇરાદાને ધ્વંસ્ત કરી નાખ્યો છે.

    એસએસપી યુગલ મન્હાસે જણાવ્યું હતું કે ચટીયારી જંગલ વિસ્તારમાં આતંકવાદી ઠેકેણાની હાજરી વિશે વિશેષ માહિતીના આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ

  . ડીએસપી ઓપરેશન પ્રણવ મહાજન અને ડીએસપી હેડક્વાર્ટર ગોવિંદ રતનના ચાર્જ હેઠળ પોલીસ ચોકીનાં પ્રભારી ચિંગસે એસ.એસ.પી. લિયાકત અલીની દેખરેખ હેઠળ આખા વિસ્તારની ઘેરાબંદી કરીને તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

(1:25 pm IST)